Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

વડાપ્રધાનશ્રીના યુવાનો માટેના ઇઝ ઓફ લીવીંગ માટેના નિર્ણયને વધાવતા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

દેશના યુવાનોની વર્ષોની માંગને વડાપ્રધાનશ્રીએ પુર્ણ કરતા ખુશી વ્યકત કરી

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના કરોડો રોજગાર વાંચ્છુ યુવાઓને ઇઝ ઓફ લીવીંગ માટે એક ઐતિહાસિક નિર્ણય આજની  કેન્દ્રીયકેબિનેટ બેઠકમાં કર્યો છે તેને આવકાર્યો છે

  દેશ ના યુવાઓની વર્ષોથી  જે માંગ હતી તેને પૂર્ણ કરવા માટે પ્રધાનમંત્રીશ્રીનો હ્વદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે

            પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા ભરતી માટે લેવાતી પરિક્ષાઓનો એકજ ઝાટકે અંત લાવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે તે માટે સમગ્ર ગુજરાત ના યુવાનો અને જનતા  જનાર્દન વતી  મુખ્ય મંત્રી શ્રી અભિનંદન આપ્યા છે.

            હવે, આપણા યુવાનોને કોઇ પણ સરકારી સેવાની ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી-રાષ્ટ્રિય ભરતી સંસ્થા દ્વારા એકજ પરિક્ષા કોમન એલીજીબીલીટી ટેસ્ટ આપવાની રહેશે તેમ પણ મુખ્ય મંત્રી શ્રી નિર્ણય ના સંદર્ભ માં જણાવ્યું છે.

 એના પરિણામે યુવાનો ના સમય, નાણાં, બચશે-મહેનત ઓછી કરવાની થશે તેમજ માનસિક તનાવ પણ ઓછો થશે  તેમ પણ તેમણે ઉમેર્યું હતું

            નિર્ણય ની  વિશેષતા અંગે તેમણે કહ્યું કે કોમન એલીજીબીલીટી ટેસ્ટ ૧ર ભાષામાં લેવાશે જેથી ગુજરાતના યુવાધનને ગુજરાતી ભાષામાં પરિક્ષા આપવાની પણ સરળતા થશે.

ઓનલાઇન પરિક્ષાનું પરિણામ-રિઝલ્ટ તુરત જાહેર કરી દેવાશે. એટલું નહિ, પરિણામના ગુણાંક વર્ષ સુધી માન્ય રહેવાના છે.

            એટલે કોઇ પણ યુવાને એકવાર પરિક્ષા આપ્યા બાદ બીજીવાર પરિક્ષા આપવાની જરૂર નહિ રહે.

સાથે સાથે પણ સગવડતા આપી છે કે જો કોઇ યુવાનને વધુ માર્ક મેળવવા હોય તો બીજીવાર પરિક્ષા આપી શકે અને જે માર્ક વધારે હશે તે ધ્યાનમાં લેવાશે.

            કોમન રજિસ્ટ્રેશન પોર્ટલ, કોમન સિલેબસનો પણ કોમન એલીજીબીલીટી ટેસ્ટમાં ઉપયોગ કરાવવાનો છે એટલે યુવાધનને અલગ-અલગ પરિક્ષા માટે અલગ-અલગ જગ્યાએ રજિસ્ટ્રેશન, પરિક્ષા ફી, વધારે અભ્યાસક્રમ મટિરીયલ બધામાંથી મુકિત મળશે.

            કોમન એલીજીબીલીટ ટેસ્ટ વર્ષમાં બે વખત યોજાશે.

            પ્રિલીમીનરી પરીક્ષાના માર્કને આધારે  રેલ્વે અને અન્ય રીક્રુટમેન્ટ એજન્સીની સ્પેશીયલાઇઝડ પરીક્ષામાં ઉમેદવારીની તક તેને મળશે.

દેશની રાજ્ય સરકારો પણ કોમન એલીજીબીલીટી ટેસ્ટના માર્કના આધારે પોતાના રાજ્યોમાં ભરતીઓ માટે ઉમેદવારોની પસંદગી કરી શકશે. તેવો સુજાવ ભારત સરકારે આપ્યો છે.

તેને આવકારતા શ્રી વિજય ભાઈ રૂપાણી એમ પણ કહ્યું કે

            આના પરિણામે રાજ્યોને ભરતી પ્રક્રિયાના મોટા ખર્ચમાંથી રાહત મળશે.   

તેમણે કહ્યું કે અત્યારે પરીક્ષા કેન્દ્રો શહેરી વિસ્તારમાં હોવાને કારણે અંતરિયાળ-ગ્રામીણ વિસ્તારના યુવાઓ, બહેનો, દિવ્યાંગોને પરિક્ષા સ્થળે આવવા-જવાનો ખર્ચ, કયારેક રાત્રિ મૂકામનો લોજિંગ-બોડિંગ ખર્ચ બધુ પરવડે તેવું હોઇ પરિક્ષામાં બેસવાનું ટાળતા હતા.

હવે નવી વ્યવસ્થા પ્રમાણે દરેક જિલ્લા મથકે પરિક્ષા કેન્દ્રો શરૂ કરાવાના છે તેથી ઉમેદવારને નજીકના સ્થળે પરિક્ષા આપવાની સુવિધા મળી જશે.

ખાસ કરીને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટના યુવા ઉમેદવારોને ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવે ભરતી પરિક્ષાઓ માટે ફરજીયાત શહેરોમાં આવવું પડતું તેનો પણ વિચાર નવી કોમન એલીજીબીલીટી ટેસ્ટમાં થયો છે.

             દેશના આવા ૧૭૬ જેટલા એસ્પીરેશનલ જિલ્લાઓમાં ઓનલાઇન ભરતી પરિક્ષા માટેનું આખું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થતાં ગ્રામીણ યુવાઓને પણ સરકારી સેવામાં ભરતી માટે ઉમેદવારીની તક મળશે તેવી વ્યવસ્થા માટે પણ મુખ્ય મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો છે.

આવા જિલ્લાઓમાં 24x7 હેલ્પલાઇન સેન્ટર શરૂ કરીને યુવાઓને મદદ માર્ગદર્શન આપવાનો નિર્ણય પણ ખૂબ આવકારદાયક છેતેની તેમને સરાહના કરી હતી.

શ્રી વિજય ભાઈ રૂપાણી સ્પષ્ટપણે કહ્યું કે ઐતિહાસિક કદમથી દેશની યુવાશકિતને ઓછા ખર્ચે-ઓછા માનસિક તનાવ સાથે વધુ તક અને વ્યાપક રોજગાર અવસર મળતા થશે.

પ્રધાનમંત્રીશ્રીએ યુવાશકિતના સથવારે આત્મનિર્ભર ભારત-ન્યૂ ઇન્ડીયાનો જે સંકલ્પ કર્યો છે તે અવશ્ય સાકાર થશે તેવો વિશ્વાસ મુખ્ય મંત્રીશ્રી વ્યક્ત કર્યો છે.

કેન્દ્ર-રાજ્ય સરકારના સંબંધમાં કોઓપરેટીવ ફેડરેલીઝમની ભાવના વધુ પ્રબળ થશે એમ પણ તેમણે જણાવ્યું છે.

(8:52 am IST)