Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રાજયમાં ગણેશોત્સવ-મહોરર્મ પર્વની ઉજવણી પર બ્રેકથી લોક રોષ ભભુકશે ગણેશ પ્રતિમાનું જાહેર પંડાલમાં સ્થાપન સામે ગુન્હો નોંધવા નર્મદાના ડીએસપીની જાહેરાત

જાહેરનામાનો ભંગ થતો રોકવા રાજયભરમાં પોલીસ સતર્ક

રાજપીપળા: કોરોના મહામીરીને કારણે આ વખતે રાજ્યભરમાં ગણેશોત્સવ સહિતના તહેવારો પર પ્રતિબંધ મૂકાઇ જતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. દેશભરમાં દર વર્ષે આ જ સમયે ગણેશ મહોત્સવ અને મોહર્રમની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારે ચૈત્ર નવરાત્રીનો મેળો, શીતળા સાતમનો મેળો રદ થયો હવે ગણેશ મહોત્સવ અને મોહરમના જુલુસ પર પણ સરકારે પ્રતિબંધ લાદયો છે. જેથી આ વર્ષે સરકારના “કાયદા” સામે “શ્રદ્ધાએ” પણ મજબુર બનવું પડ્યું છે.

જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીની પણ જોગવાઈ કરાઈ છે.આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ અને મોહરમના તહેવારો આવી રહ્યા છે.તો સરકારના જાહેરનામાનો કોઈ ભંગ ન કરે એ માટે નર્મદા જિલ્લા સહિત ગુજરાત ભરની પોલીસ હરકતમાં આવી ગઈ છે.

ઘરમાં નાની મૂર્તિ સ્થાપી પૂજા કરવા અપીલ

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પણ અપીલ કરી છે કે ધાર્મિક લાગણીને માન આપી ઘરમાં નાની મૂર્તિનું સ્થાપન કરી એક બે દિવસ પૂજા કરી એક બે વ્યક્તિ વિસર્જન કરે અને જો શક્ય હોય ઘરમાં પાણીની ડોલમાં વિસર્જન કરે તો એ યોગ્ય છે.પરંતુ જે કોઈ વ્યક્તિ જાહેર પંડાલમાં નાની મૂર્તિ મૂકી લોકટોળા કરશે કે મોહરમનું ઝુલુસ કે અન્ય કાર્યક્રમો કરી જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે ગુનો નોંધાશે.આવી પ્રવુતિ ઉપર પોલીસની સતત વોચ રહેશે અને પ્રેટ્રોલિંગ પણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લખનીય છે કે વર્ષોથી સરકાર ગણેશજીની માટીની નાની મૂર્તિ મુકવા જાગૃતિ લાવવા માંથી રહી છે.પરંતુ આ વર્ષે બજારમાં પણ કોઈ મોટી મૂર્તિ દેખાતી નથી, કોરોનાને લઈને ગણેશ મહોત્સવ થવાના નથી એવું વિચારીને જ વેપારીઓ ગણપતિની નાની મૂર્તિઓ લાવ્યા છે.રાજપીપલાના બજારમાં નાની ગણેશજીની મૂર્તિઓ લેવા શ્રદ્ધાળુઓ આવે જ છે, એ જોતાં આ વર્ષે જિલ્લામાં લગભગ 1000 થી વધુ નાની મૂર્તિઓનું સ્થાપન થશે એવી ધારણા છે.

જાહેર પંડાલો પર ત્રણ દિવસ મંજૂરી આપવા માંગ

હિન્દૂ સમાજ માટે વિઘ્નહર્તા ગણપતિ દાદાનું 10 દિવસનું આતિથ્ય એટેલે ગણેશ મહોત્સવ જે આસ્થાનું કેન્દ્ર હોય છે.દર વર્ષે લોકો શ્રધાપુર્વક ઉજવતા આવ્યા છે.અને હિંદુ માન્યતા મુજબ જે જગ્યાએ ગણપતિ દાદાનુ સ્થાપના કરવામા આવે એ જ જગ્યા પર 3 વર્ષ કે 5 વર્ષ પુરા કરવા પડે.આ વખતે કાયદાને લીધે આ વર્ષ કંડીત થાય એમ છે.જેથી પંડાલની જગ્યાએ 3 દિવસ સુધી નાની મુર્તિનુ સ્થાપન કરવાની પરવાનગી આપવામા આવે એવી માંગ ઉઠી છે.

(10:30 pm IST)