Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજયના ૩૩ જીલ્લાના ૧૭૯ તાલુકાઓમાં ઝરમરથી ૪ ઇંચ વરસાદ

ઉકાઈ ડેમ માંથી ૧,૭૦,૦૦૦ કયુસેક પાણી છોડાતા વહીવટી તંત્ર દોડતું મધુબન ડેમના ૪ દરવાજા ખોલાયા દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડાંગરના પાકને ભારે નુકસાન

વાપીઃ તા.૨૦, ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા રાજયના કેટલાક વિસ્તારો માં મન મૂકી ને વરસતા કહીં ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે.

 ભારે વરસાદ ને પગલે પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ કેટલાક વિસ્તારો માં આ વરસાદથી પાકને ફાયદો થશે. પરંતુ કેટલાક વિસ્તારો માં ખાસ કરીને દક્ષીણ ગુજરાત માં પડી રહેલા ભારે વરસાદને પગલે ડાંગર તેમજ શાકભાજીના પાકોને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી ૩૩૪.૧૭ ફૂટે પોહોચી છે. ડેમમાં ૧,૦૯,૩૮૮ કયુસેક પાણીનો ઇન્ફ્લો સામે ૮૦,૫૪૮ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ સુરત પંથકની કોઝવે ની જળસપાટી  ૮.૦૯ મીટરે પોહોંચી છે.

 ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર  છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...

 ખેરગામ ૯૫ મીમી, ભિલોડા ૮૫ મીમી, બોરસદ ૮૧ મીમી, ચીખલી,વાંસદા અને વલસાડ ૭૭-૭૭ મીમી,ગણદેવી અને પેત્લ્ડા ૭૧-૭૧ મીમી, સુઈગામ ૬૪ મીમી, ડેડીયાપાડા, સુબીર અને વદ્યઈ ૫૯-૫૯ મીમી, બારડોલી ૫૬ મીમી, આહવા ૫૨ મીમી, નવસારી ૫૧ મીમી અને કાંકરેજ ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત મહુવા ૪૭ મીમી,ધરમપુર ૪૬ મીમી,સોનગઢ અને ચોર્યાસી ૪૪-૪૪ મીમી,જલાલપોર અને કપરાડા ૪૧-૪૧ મીમી,વાલોડ અને વ્યારા ૩૯-૩૯ મીમી,ભરૂચ અને ઉમરપાડા ૩૭-૩૭ મીમી,માંડવી ૩૬ મીમી,આંકલાવ ૩૫ મીમીવરસાદ નોંધાયો છે. તો કુકરમુંડા અને પલસાણા ૩૪-૩૪ મીમી,સામી,નાંદોદ,સાગબારા અને ડોલવણ ૩૧-૩૧ મીમી,ધંધુકા ૩૦ મીમી,સુરત સીટી અને ઉમરગામ ૨૮-૨૮ મીમી,વિરમગામ -૨૭ મીમી,માંગરોળ ૨૬ મીમી,ભાભર ૨૫ મીમી,સોજીત્રા,જાંબુઘોડા અને પારડી ૨૩-૨૩ મીમી,નેત્રંગ અને ગરુડેશ્વર ૨૧-૨૧ મીમી,ધોલેરા,આણંદ અને વાપી ૨૦-૨૦ મીમી વરસાદ નોંધાયો છે. જયારે રાજય ના ૧૨૦ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૧૯ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

(2:50 pm IST)