Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

વડોદરા:સાવલી તાલુકાના વાંકાનેર ગામે ધરપકડ કરવા ગયેલ પોલીસના માણસો પર હુમલો કરી બે શખ્સોએ ગાડીના કાચ તોડી નાખતા ગુનો દાખલ

વડોદરા:સાવલી તાલુકાના વાંકાનેર ગામે ધરપકડ કરવા માટે ગયેલી પોલીસના માણસો પર આરોપીઓએ હુમલો કરી બે પોલીસને માર માર્યો હતો તેમજ ખાનગી ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે વાંકાનેર ગામે મસ્જિદવાળા ફળિયામાં રહેતા ખુમાનસિંહ રણાને તેમના પુત્ર તેમજ પુત્રવધુએ માર મારતા તેઓને સાવલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ અંગે ભાદરવા પોલીસે પિતાની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધુ સામે ગુનો દાખલ કર્યો હતો.

ગઇકાલે ભાદરવા પોલીસના હેડ કોન્સ્ટેબલ કંચનભાઇ ગોકળભાઇ અને લોકરક્ષક મુજીબઆલમ ખાનગી ગાડીમાં વાંકાનેર ગામે આરોપીઓને પકડવા માટે ગયા હતા ત્યારે આરોપીઓ ઘેર હાજર હોવાથી તેઓને ગાડીમાં બેસવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને અત્યારે કેમ આવ્યા તમને હવે અહીંથી જીવતા નહી જવા દઇએ તેમ કહી પોલીસના બંને માણસો પર હુમલો કરી માર માર્યો હતો તેમજ પથ્થરો મારી ઇજા પહોંચાડી હતી. હુમલાખોરોએ ખાનગી ગાડીનો આગળનો કાચ પણ તોડી નાંખ્યો  હતો.

(6:03 pm IST)