Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

વડોદરાના વાસણારોડ નજીક ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા વેપારીએ બીમારીથી કંટાળી ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરના વાસણારોડ પર ઘર નીચે જ ઇલેક્ટ્રોનિક્સની નાની દુકાન ચલાવતા વેપારીઅ બીમારીથી કંટાળી જઇ દુકાનનું અડધું શટર પાડી પંખા પર લટકીને ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાસણારોડ પર  શબરી સ્કૂલ પાસે અનંતપાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ મીઠાભાઇ રોહિત ઘરની નીચેના ભાગે ઇલેક્ટ્રોનિકસની દુકાન ધરાવે છે. ૬૦ વર્ષના દિનેશભાઇ છેલ્લા ઘણા સમયથી યુરિક એસિડની બીમારીથી પીડાતા હતાં. તેમની દવા ચાલતી હોવા છતાં તકલીફ વધતી જતી હતી. દરમિયાન આજે સવારે તેમણે દુકાનનું અડધું શટર પાડી દીધું હતું અને પંખા પર નાયલોન દોરીથી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

(6:04 pm IST)