Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સુરતના ગઢપુર રોડ નજીક સરથાણા પોલીસે હોટલની અંદર ધમધમતી જુગારની હાટડી ઝડપી મલિક સહીત 4 જુગારીઓને ઝડપી પાડ્યા

સુરત: શહેરના ગઢપુર રોડ પાસોદરા ગઢપુર ત્રણ રસ્તા સ્થિત ખુદા કસમ આમલેટ હોટલની અંદર સરથાણા પોલીસે ગત મોડીસાંજે છાપો મારી જુગાર રમતા હોટલ માલિક સહિત 4 ને ઝડપી પાડી રોકડા રૂ.25,380 કબ્જે કર્યા હતા. તપાસ દરમિયાન હોટલ માલિક પાસેથી વ્હીસ્કીની પાંચ બોટલ પણ મળતા પોલીસે અલગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા પોલીસે મળેલી બાતમીના આધારે ગત મોડીસાંજે ગઢપુર રોડ પાસોદરા ગઢપુર ત્રણ રસ્તા સ્થિત ખુદા કસમ આમલેટ હોટલની અંદર છાપો મારી ત્યાં જુગાર રમતા હોટલ માલિક મહેશ ચીમનભાઈ પરમાર ( ઉ.વ.35 ) ( રહે.ખુદા કસમ આમલેટ, પાસોદરા ગઢપુર ચોકડી, ગઢપુર રોડ, સુરત. મુળ રહે. જુનાગઢ ), મજૂરીકામ કરતા ચેતન વલ્લભભાઈ રાઠોડ ( ઉ.વ.40 ) ( રહે.ઘર નં.201, સિધ્ધિવિનાયક, પુણાગામ, સુરત. મુળ રહે.અમરેલી ) અને વિજય સામંતભાઈ કળથીયા ( ઉ.વ.40 ) ( રહે. ઘર નં.401, ઓમ રેસિડન્સી, પાસોદરા, તા.કામરેજ, જી.સુરત. મુળ રહે. જુનાગઢ ) અને રત્નકલાકાર જીજ્ઞેશ અરજણભાઈ ભુવા ( ઉ.વ.34 ) ( રહે.ઘર નં.એ/3, કલાકુંજ, ચીકુવાડી, કાપોદ્રા, સુરત. મુળ રહે. રાજકોટ ) ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 25,380 કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(6:06 pm IST)