Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સુરત : ૧૩ વર્ષીય કિશોરની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા

મિત્રએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાંનો ખુલાસો : કિશોરે આપઘાત કર્યો એ દિને તેની સાથે સંબંધ બાંધ્યા હોવાનો મિત્રએ પોલીસની સમક્ષ કબૂલાત કરી લીધી

સુરત, તા.૨૦ : સુરતમાં બે અઠવાડિયા પહેલા એક ૧૩ વર્ષના સ્કૂલના છોકરાએ આપઘાત કરી લીધો હતો. જે બાદમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેની સાથે આપઘાત પહેલાના ૨૪ કલાકમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ખુલાસો થયો છે. મામલે પોલીસે કેસ દાખલ કર્યો હતો. કેસમાં પોલીસે મૃતક યુવકની સાથે અભ્યાસ કરતા એક ૧૪ વર્ષના કિશોરની અટકાયત કરી છે. આપઘાત કરનાર કિશોર અને ધરપકડ કરવામાં આવી છે તે કિશોર બાળપણથી સાથે અભ્યાસ કરતા હતા. પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે આપઘાત કરી લેનાર કિશોરનો એક ખાસ મિત્ર છે. બંને પહેલા ધોરણથી સાથ અભ્યાસ કરતા હતા. ૧૩ વર્ષના કિશોરે ૧૦મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. દિવસે તેનો મિત્ર તેના ઘરે આવ્યો હતો અને દોઢ કલાક રોકાયો હતો. પોલીસે મૃતકના મિત્રની પ્રેમથી વાતો કરીને પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

             તેણે જણાવ્યું કે તેના મિત્રએ આપઘાત કર્યો તે દિવસે તેણે તેની સાથે સંબંધ અકુદરતી સંબંધ બાંધ્યો હતો. એટલું નહીં ભૂતકાળમાં પણ તેણે અનેક વખત સંબંધ બાંધ્યા હતા. સુરતના અમરોલી વિસ્તારના ભરથાણમાં એક કિશોરે આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. કિશોરે ૧૦મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. કિશોર આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જોકે, હાલ સ્કૂલો બંધ હોવાથી તે ઘરે ઓનલાઇન અભ્યાસ કરતો હતો. કિશોરના આપઘાત પાછળ પોલીસનો એવો તર્ક છે કે આપઘાત પહેલા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હતું. જે બાદમાં કિશોરે આઘાતમાં આવીને આપઘાત કર્યો હોઈ શકે છે.

             આ બનાવની વિગત એવી છે કે ૧૩ વર્ષના કિશોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બાદમાં તેના માતાપિતા તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદમાં કિશોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં એવો ધડાકો થયો છે કે કિશોરે આપઘાત કર્યા પહેલા ૨૪ કલાકની અંદર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે. પોલીસે કેસમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના પાસાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી.

(7:23 pm IST)