Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

માંગરોલ ગામે પ્રાકૃતિક ખેતીનો એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ : ખેડૂતોએ રસપૂર્વક ભાગ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં માંગરોલ ગામમાં ગુજરાત ઇકોલોજી કમીશન, ગાંધીનગર અને “આત્મા” રાજપીપલાના સહયોગથી એંન્વાયરમેન્ટ ફાઉન્ડેશન દ્વારા માંગરોલ ગામે પ્રાકૃતિક ખેતીનો એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ જેનું દીપ પ્રાગટ્ય ગામના સરપંચના વરદહસ્તે કરવામાં આવ્યું ગામમાંથી મોટી સંખ્યામાં પદાધિકારીઓ નાના-મોટા તથા સિમાંત ખેડુતો અને બહેનો એ હાજરી આપી હતું.કાર્યક્રમને ઉત્સાહભેર નિહાળી ગ્રામજનો એ વિસ્તૃત માહિતી ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા મેળવી હતી, તાલીમ કાર્યક્રમ દ્વારા પ્રોત્સાહિત થયેલા કેટલાક ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરવા માટે સહમતિ આપતા,યાદી કરીને મંડળી બનાવવામાં આવી હતી
અગાઉના દિવસો આવી તાલીમો નાંદોદ તાલુકાના ઘાનપોર, હેલંબી, રસેલા, જેસલપોર, રૂઢ, જીઓપાટી, નરખડી, કોઠારા, સોઢલીયા ગામોમાં કરાઈ હતી અને હવે પછી શહેરાવ, ગુવાર, ગામે તાલીમ કાર્યક્રમો યોજાનાર છે.ગામે ગામ આવા પ્રકારની તાલીમથી રસરભર માહિતી મેળવીને કુટુંબનાં ગામના શહેરનાં અને રાષ્ટ્રનાં હિતમાં પર્યાવરણની સુરક્ષા માટે ખેડુતો ચોક્કસ પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થયા છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીરજભાઇ તડવી, રણછોડભાઇ, વગેરેએ સારો સહકાર આપ્યો હતો .

(10:33 pm IST)