Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

સરદાર સરોવર ડેમની સપાટીમાં ફરી વધારો: જળસપાટી 135.93 મીટરે પહોંચી

નર્મદા ડેમની સપાટી 135.93 મીટરે પહોંચીઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ 62 હજાર ક્યુસેકડેમના 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે

હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જેને લઈને રાજ્યની નદીઓમાં પુરની સ્થિતિ કાબુમાં આવી છે. સાથે સાથે નદીઓ પર બાંધવામાં આવેલા ડેમની જળ સપાટી પણ સ્થિર થઇ છે. પરંતુ નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ગઈ કાલે પાણીનું સ્તર ઘટ્યા બાદ આજે ફરીથી પાણીની આવકમાં વધારો થતા ડેમની જળ સપાટી 135.93 મીટરે પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા નીરની આવક ચાલુ છે. ડેમની જળસપાટીમાં ગઈ કાલે ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે ફરીથી ઉપરવાસમાંથી 1 લાખ 62 હજાર કયુસેક પાણી સરદાર સરોવર ડેમમાં આવતા ડેમની જળ સપાટી વધીને ફરીથી 135.93 મીટર સુધી પહોંચી હતી. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર સુધી ખુલ્લા છે જેથી ડેમમાંથી 1 લાખ 61 હજાર ક્યુસેક પાણીની કુલ જાવક થઇ રહી છે.

(11:37 am IST)