Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

વડોદરામાં સર્જાયો ટ્રેન અકસ્માત, અનેક મુસાફરોના જીવ બચ્યા

નિઝામુદ્દીન અને પુણે ટ્રેન PWI ટ્રોલી સાથે અથડાઈ:ટ્રેન નંબર 19424 દર્શન એક્સપ્રેસ: અકસ્માત મક્કરપુરા અને વરણામાં વચ્ચે અકસ્માત સર્જાયો

વડોદરમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મકરપુરા થી વરણામા વચ્ચે દર્શન એકસપ્રેસ PWI ની ટ્રોલી સાથે ટ્રેનની ટક્કર સર્જાઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હતી. સવારના અંદાજે 10:30 વાગ્યાના અરસામાં બની છે. નિઝામુદ્દીન અને પુણે ટ્રેન PWI ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના ટ્રેન નંબર 19424 દર્શન એક્સપ્રેસ છે. આ અકસ્માત મક્કરપુરા અને વરણામાં વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થોડાક સમય માટે ટ્રેન વ્યવહાર બંધ કરાયા બાદ ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. દર્શન એક્સપ્રેસ ટ્રેન રવાના કરી દેવામાં આવી છે.

(12:43 am IST)