Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મધ્યપ્રદેશ થી ચોટીલા ડીલેવરી કરવા જતા હથીયાર સાથે એક શખ્સને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો

પોલીસને સૌરાષ્ટ્રમાં ખાનગી વાહનમાં હથીયારો આવી રહ્યાની બાતમી મળતા મધ્યપ્રદેશની કરોલીથી ગોંડલ થતી ખાનગી ટ્રાવેલ્સનીલ બસને ચોટીલા પાસે રોકી તલાસી લેતા ર ૧ વર્ષીય યુવાનને પોલીસે ઝડપી લીધો : બેગમાંથી પાંચ પીસ્તોલ, ૪૦ જીવતા કારતૂસ-બે ખાલી મેગેઝીન મળી આવ્યા

અમદાવાદ: મધ્ય પ્રદેશથી પાંચ પિસ્તોલ, 40 જીવતા કારતુસ તથા બે ખાલી મેંગઝીન લઈને ચોટીલા ખાતે હથિયારની ડીલેવરી કરવા આવેલા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.આરોપી પાસેથી હથિયાર સહીત કુલ રૂ.59 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ રાજ્યમાંથી ખાનગી વાહનમાં એક શખ્સ સૌરાષ્ટમાં ગેરકાયદેસર હથીયારોનો જથ્થો તથા કાર્ટીઝનો મોટો જથ્થો ડીલેવરી આપવા માટે આવવાનો છે. દરમિયાનમાં અમરદી ટ્રાવેલ્સ જે મધ્યપ્રદેશના કરોલીથી ગોંડલ જતી હતી તેને રોકી તપાસ કરતા તેમા મુસાફરી કરનાર 21 વર્ષીય જીતેન્દ્ર ભેવર મળી આવ્યો હતો.

તેની બેગમાં પાંચ પિસ્તોલ, 40 જીવતા કારતુસ તથા 2 ખાલી મેંગઝીન મળી આવ્યા હતા. જેથી પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરીને હથિયાર સહીત કુલ રૂ.59 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પુછપરછમાં પોતાને આ હથિયારો ત્રીલોક ડાંગી જે મધ્યપ્રદેશ ખાતે રહે છે તેને આપેલા હતા અને ગુજરાતમાં ચોટીલા ખાતે માતાજીના મંદિરે ઉતરીને ત્યાં જે માણસને લેવા માટે મોકલે તેને આપી દેવાનું જણાવ્યું હતું જોકે આરોપી અગાઉ કેટલી વાર હથિયારની ખેપ લગાવી છે અને કોને કોને હથિયાર આપ્યા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદ ગ્રામયમાંથી એક પરિવાર પાસેથી મોટી માત્રામાં હથિયારો મળ્યા હતા આમાંથી અનેક હથિયારો ગેરકાયદે હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું. જોકે ત્યાર બાદ પણ જિલ્લા પોલીસ સક્રિય ન બની અને હથિયાર બાબતે વોચ ન રાખતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદ જિલ્લામાં થી મોતી માત્રામાં હથિયાર એટીએસએ પકડી પડ્યા હતા. જોકે આ કેસમાં સંડોવાયેલા હથિયારની દુકાન ધરાવતા માલિકનું લાઇસન્સ રદ થઈ ગયું હતું પરંતુ રાજકીય વગ ધરાવતા અમુક આરોપીઓના લાઇસન્સ રદ કરાવવા માં પોલીસ અને જીલ્લા કલેકટર નિષફળ નીવડ્યા હોવાની જિલ્લા પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.

(9:17 am IST)