Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે નીમાબેન આચાર્ય : જેઠાભાઇ ભરવાડ ડે.સ્પીકર

ભાજપ નેતાગીરી દ્વારા પસંદગી : સત્તાવાર જાહેરાત બાકી : ૨૭-૨૮મીએ સત્ર

રાજકોટ,તા. ૨૦: ગુજરાત વિધાનસભાના સ્પીકર (અધ્યક્ષ) શ્રી રાજેન્દ્ર ત્રિવેદીનો મંત્રી મંડળમાં સમાવેશ થતા તેમના સ્થાને સ્પીકર તરીકે કચ્છ-ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને ડે.સ્પીકરની ખાલી પડેલ જગ્યા માટે શહેરા (પંચમહાલ)ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડનું નામ નક્કી થયાનું જાણવા મળે છે. ભાજપ નેતાગીરીના આ નિર્ણયમાં છેલ્લી ઘડીનો કોઇ ફેરફાર ન થાય તો અઠવાડિયામાં જ સત્તાવાર જાહેરાત થઇ જશે.

હાલ ટોચના વર્તુળોમાંથી મળતા નિર્દેષ મુજબ ડો. નીમાબેનની પસંદગી જ આખરી રહેશે. તેઓ ગુજરાત વિધાનસભ્ય પ્રથમ મહિલા સ્પીકર બનશે. અગાઉ કચ્છમાંથી ચૂંટાયેલા ધીરૂભાઇ શાહ સ્પીકર તરીકે રહી ચૂકયા હતા. ડો.નીમાબેન કાર્યકારી સ્પીકર તરીકેનો અનુભવ ધરાવે છે. નવા મંત્રી મંડળમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ નથી.

(3:05 pm IST)