Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમદાવાદમાં ઉકાળાના અતિરેકથી આંતરડા અને હોજરીમાં ચાંદા પડવાના કેસમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો

સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ વાંચી આડેધડ ઉકાળાનું સેવન કરવા સામે ડોકટરો અને વૈદ્યોની લાલબત્તી

અમદાવાદ,તા. ૨૦: યોગ્ય માત્રામાં ઉકાળા વ્યકિતની ઈમ્યુનિટી વધારે છે,પરંતુ વધુ પડતાં પ્રમાણમાં લેવાથી શરીરને નુકસાન કરે છે.

આયુર્વેદના નિષ્ણાત વૈદ્યોના મતે શરીરની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને ઉકાળાનું પ્રમાણ નક્કી કરવું જોઈએ.કોરોનામાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો વિવિધ પ્રકારનાં ઉકાળાનું સેવન કરે છે પરંતુ અમદાવાદમાં કેટલાક લોકોએ વધુ પડતાં પ્રમાણમાં ઉકાળા લેવાનું શરૂ કરતાં આંતરડા અને હોજરીમાં ચાંદા પડવાના કેસમાં ૨૫થી૩૦ ટકાનો વધારો થયો હોવાનું ડોકટરોનું કહેવું છે. કોઇપણ પ્રકારના ઉકાળાનું સેવન વ્યકિતની પ્રકૃતિને ધ્યાનમાં રાખી ચોક્કસ માત્રમાં આયુર્વૈદિક તજજ્ઞની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ તેમ આયુર્વેદના નિષ્ણાત વૈદ્યોનું કહેવું છે.

(11:40 am IST)