Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નડિયાદ: સોનાના બિસ્કિટ બતાવી સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર ગઠિયાને ખેડા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા

નડિયાદ:ખેડા એલ.સી.બી ટીમે  છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા ટોળકીને ઝડપી પાડી છે.અગાઉ સોનાના બિસ્કીટ બતાવી સસ્તા ભાવે આપવાની લાલચ આપતા હોવાનુ પોલીસ  તપાસમાં બહાર આવ્યુ છે.

ખેડા એલ.સી.બી ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે નડિયાદ સરદાર ભવન સર્કલ પાસેથી ચાર વ્યક્તિઓની શંકાસ્પદ ઉભા હોવાની બાતમી મળી હતી.જે અનુસંઘાને પોલીસ ટીમે  કેવલચંદ દાલચંદ જૈન(મારવાડી), નજીરભાઇ ઉર્ફે હાજી હુસેનભાઇ મલેક, ઇરફાનભાઇ ઉર્ફે બાટલી યુસુફભાઇ પટેલ, હનીફ નીઝામ પઠાણની અટકાયત કરી હતી.  તેમની પાસેથી બે ગાડી કિ. રૂા. ૧૦, ૦૦, ૦૦૦,ોબાઇલ ફોન નંગ-૧૧ કિ. રૂા. ૧૩, ૪૦૦, એક સોનાનુ સો ગ્રામનુ બીસ્કીટ કિ. રૂા. ૫, ૧૦, ૦૦૦, અંગઝડતી કરતા રૂા. ૨૧, ૦૦૦ એમ મળી કુલ રૂા. ૧૫, ૪૪, ૪૦૦ નો મૂદામાલ મળી આવ્યો હતો. ઉપરોક્ત વ્યક્તિ પાસેથી મળેલ મૂદામાલ વિશે તપાસ કરતા કોઇ સંતોષકારક જવાબ આપી શકયા હતા.બનાવ અંગે પોલીસ ટીમે વધુ તપાસ કરતા સુરત શહેરમાં બે બનાવ,સુરત ગ્રામ્યમાં બે બનાવ અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયેલ હોવાનુ બહાર આવ્યુ છે.અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:08 pm IST)