Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજપીપળા ST ડેપોના કર્મચારીઓની બેમુદતી હડતાલ પર જશે તો 21 તારીખ મધરાતથી એસટી બસોના પૈડા થંભી જશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર રાજ્યમાં તારીખ 21 ઓક્ટોમ્બરથી એસટી યુનિયાનો દ્વારા હડતાળનું રણસિંગુ ફૂંકવામાં આવ્યું છે જેમાં રાજપીપળા એસટી ડેપોના 200થી વધુ કર્મચારીઓ પણ જોડાશે તેમ જાણવા મળ્યું છે.આ દિવસે રાજપીપળા ડેપોના તમામ કર્મચારીઓએ માસ સીએલ મુકી હડતાળમાં જોડાવવાની તૈયારીઓ થઈ હોવાથી રાજપીપળા એસટી ડેપોના 55 જેવા શિડયુલ અટકી પડશે માટે રોજીંદા અપડાઉન કરતાં મુસાફરો ચિંતિત જોવા મળ્યા છે.સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ એસટીના ત્રણેય યુનિયનો આ લડત માટે તૈયાર છે જેમાં જો સરકાર વાટાઘાટો - મંત્રણા માટે નહી બોલાવે તો બેમુદતી હડતાલ પડશે તો  મુસાફરો હેરાન થશે તેમાં સરકારની જવાબદારી રહેશે જેમાં જાણવા મળ્યા મુજબ એસટી કર્મીઓની મંગણીઓ પૈકી ડ્રાઇવર - કંડકટરના ગ્રેડમાં સુધારો અને ફીકસ પગારના કર્મચારીઓનો પગારમાં સુધારો આ બે મહત્વની માંગણી છે

રાજપીપળા એસટી ડેપોના મેનેજર પી.પી.ધામા એ આ બાબતે જણાવ્યું હતું કે આ રાજ્યવ્યાપી હડતાળ છે એમની મંગણીઓ નહિ સ્વીકારાય તો રાજપીપળા ડેપો ના કર્મચારીઓ આ હડતાળ માં જોડાશે પણ હજુ આ બાબત ફાઇનલ નથી બુધવારે વાટાઘાટો માં શું નિર્ણય આવશે એ બાદ નિર્ણય લેવાશે.

(10:59 pm IST)