Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સ્ટેચ્યુ અોફ યુનિટીમાં ફરી ઍક વખત પ્રમાણિકતાના દર્શનઃ સિનીયર ટિકીટીંગ સુપરવાઇઝરે મહિલા પ્રવાસીનું ૨ તોલા સોનાનું મંગળસુત્ર મુળ માલિકને સોંપ્યુ

કોલ સેન્ટર અને હેલ્પ ડેસ્કમાં જાણ કર્યા બાદ મુળ માલિક મળી ગયા

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિ:સંદેહ સિંહફાળો રહ્યો છે. અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. એક સિનિયર ટિકિટીંગ સુપરવાઇઝરે મહિલા પ્રવાસીનું 2 તોલા વજનનું મંગળસુત્ર પરત કરી ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન કર્યુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સિનિયર ટિકિટીંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સૌરભ તડવી સવારે 11:30 કલાકે શ્રેષ્ઠ ભારતા ભવન સ્થિત ટિકિટ કાઉન્ટર ખાતે પોતાની ફરજ પર હતા તે વખતે કાઉન્ટરની બહારનાં ભાગે મંગળસુત્ર મળી આવેલ, જેની ખરાઇ કરતા સોનાનું હતુ અને તેની કિંમત આશરે 1 લાખ જેટલી હતી. સૌરભે તુરંત પોતાનાં ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને મળેલ માર્ગદર્શન મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિતી ખાતે કાર્યરત કોલ સેન્ટર અને તમામ હેલ્પડેસ્ક પર જાણ કરી હતી અને મંગળસુત્રનાં માલિક મહિલાની શોધખોળ આરંભી હતી.

2 કલાક બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં એકઝીબિશનનાં હેલ્પડેસ્ક પર મિલિંદ સકસેના અને તેમનાં પત્નીએ મંગલસુત્ર ખોવાયા અંગે જાણ કરતા તેઓને વહીવટી કાર્યાલય, SOUADTGA ખાતે બોલાવી ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ ખાતરી કરીને સોનાના મંગળસુત્રને મૂળ માલિકને પરત કરવામાં આવ્યુ હતુ.

(5:03 pm IST)