Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

પોઇચા નીલકંઠ ધામ ખાતે નીલકંઠ પ્રભુના નવમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આસો વદી આઠમના દિવસે નીલકંઠ ધામ પોઇચા ખાતે નીલકંઠધામ નિર્માતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામીના શુભ સંકલ્પથી નીલકંઠ પ્રભુનાં નવમાં પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી થઈ, જેમાં સવારથી લઈને રાત્રે મોડે સુધી વિવિધ આયોજન થયા હતા, 100 જેટલા સંતો તથા 200 જેટલા હરિભક્તો દ્વારા સવારમાં દૂધ ,વિવિધ ફ્રુટો ના રસ, મધ વગેરે સામગ્રી થી ભવ્ય રીતે અભિષેક થયો, ત્યારબાદ નર્મદા મૈયાના તટમાં 108 કુંડી જલયાગમાં જનમંગલ નામાવલીની આહુતિઓ અપાઈ તેમજ 11000 તુલસી થી પૂજન થયું અને બપોરે વિવિધ વાનગીઓ કાવડ દ્વારા લાવીને ભગવાનને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો,બપોર પછી ઉથાપન વિધિમાં સુકા મેવાની હાટડી ધરાવીને મહાભિષેક કર્યો હતો, ત્યાર પછી નર્મદા મૈયામાં પાંચ નવકાઓ દ્વારા સંતો તથા હરિભક્તોએ ઠાકોરજીને નવકા વિહાર કરાવ્યો હતો,સાંજે ભવ્ય રીતે હાથી ઘોડા રથ ઉપર નગરયાત્રા કાઢવામાં આવી હતી અને  મુખ્ય મંદિર નીલકંઠ પ્રભુની મહા નિરજન આરતી ઉતારીને 251 કિલો ફૂલની પાંખડીથી સર્વે સંતોએ અભિષેક કર્યો હતો રાત્રે 9:00 વાગ્યા પછી નીલકંઠ પ્રભુ આગળ હાથમાં ફુગા રાખીને સર્વે સંતો ભક્તોએ રાસ લીધો હતો. આવી રીતે વિવિધ ભજન ભક્તિના આયોજન દ્વારા ભવ્ય રીતે ભગવાનના પાટોત્સવની ઉજવણી થઈ તેનું આયોજન નીલકંઠધામ પોઇચાના સાધુ આત્મપ્રકાશદાસજીએ કર્યું હતું.

 

(10:31 pm IST)