Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

કેવડીયા ટેન્ટસીટી - ૨ ખાતે ભારતીય રાજદૂત અને હાઈ કમિશનર બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી જયશંકર, હેડ ઓફ મિશન (HOM) સહિત 120 મિશનના વડાઓ ઉપસ્થિત રહેશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય રાજદૂત અને હાઈ કમિશનરની 19 થી 22 ઓક્ટોબરના રોજ ટેન્ટસિટી 2 ખાતે કેવડિયા કોન્ફરન્સમાં હેડ ઓફ મિશન (HOM) કોન્ફરન્સમાં ભાગ લેશે, જ્યાં વડાપ્રધાન, વિદેશ મંત્રી સહિત 120 મિશનના વડાઓ ઉપસ્થિત રહેશે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
 નર્મદા જિલ્લાના કેવડિયા એકતા નગર ખાતે 19 થી 22 ઓક્ટોબર દરમિયાન એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જેમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને વિદેશ મંત્રી જયશંકર સહિત ભારતીય રાજદૂત પણ હાજર રહેશે. 20 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને યુએન સેક્રેટરી જનરલ ઈન્ટિનીયો ગુટેરેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજર રહેશે અને ગુટેરેસ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે, તેઓ લાઈફ ઓફ મિશન (લાઈફ) કાર્યક્રમમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી 20 ઓક્ટોબરે કેવડિયા આવશે, સવારે 9 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચશે. મિશન લાઈફનો પ્રારંભ કરશે યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના નર્મદામાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણ માટે જીવનશૈલી અભિયાન ચલાવશે. એટલે કે કેવડિયામાં દેશના મહત્વના કાર્યક્રમ માટે યુધ્ધના ધોરણે પર્યાવરણ માટે જીવનશૈલીમાં ભાગ લેશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને મિશન લાઈફ એટલે કે લાઈફસ્ટાઈલ, હેન્ડબુક, લોગો ફોર ધ એન્વાયર્નમેન્ટ ટેગ લાઈન લોન્ચ કરશે,
ભારતના 100 થી વધુ રાજદૂતો કેવડિયા આવી રહ્યા છે, તો આટલી મોટી સંખ્યામાં વીવીઆઈપી લાવવાના છે, આવી સ્થિતિમાં ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર ની મદદ લેવામાં આવી રહી છે, જે સૌથી ઝડપી અને ખૂબ મોટું છે. હેલિકોપ્ટર બે મહત્વપૂર્ણ કાર્યક્રમો  છે

(10:34 pm IST)