Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

રાજપીપળા એસટી ડેપોની 40 જેવી બસો સોનગઢ પીએમ કાર્યક્રમમાં અપાતા લોકલ મુસાફરો અટવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપો માં આમપણ બસોની અછત છે તેમાં અવાર નવાર સરકારી કાર્યક્રમો માટે બસો મોકલાતા સ્થાનિક મુસાફરોને મોટી તકલીફ નો સામનો કરવો પડે છે
20 ઓકટોબરે સોનગઢ ખાતે પીએમનો કાર્યક્રમ છે જેના કારણે કેટલાક એસટી ડેપોમાથી બસો મંગાવાઈ હોય જેમાં રાજપીપળા એસટી ડેપોનો પણ સમાવેશ થયો છે અને રાજપીપળા એસટી ડેપોમાં 50 જેવી બસો છે એ પૈકી 40 જેવી બસો પીએમનાં કાર્યક્રમમાં મોકલતા દરરોજ નોકરી માટે અપ ડાઉન કરતા,શાળામાં અભ્યાસ માટે આવતા જતા કે અન્ય મુસાફરો બસો નાં અભાવે મુશ્કેલીમાં મુકાઈ છે અને આજે સોનગઢ ગયેલી રાજપીપળા એસટી ડેપોની 40 બસનાં કારણે પણ મુસાફરો તકલીફ માં મુકાયા હતા

(10:37 pm IST)