Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

તિલકવાડાનાં જલોદ્રા ગામની કુદરતી હાજતે ગયેલી યુવતી ગુમ થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જલોદ્રા ગામની યુવતી ગુમ થતાં તેના પિતા એ પોલીસ માં જાણ કરી છે
  મળતી માહિતી અનુસાર દેવેંદ્રસિંહ રતનસિંહ(રહેવાસી જલોદ્રા તા.તિલકવાડા જી.નર્મદા ) નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ તેમની દીકરી જલ્પાબેન દેવેંદ્રસિંહ સરેરા( ઉ.વ.૧૮ વર્ષ ૨ મહીના) તેમના ઘરની પાછળ આવેલ વાળામા કુદરતી હાજતે જાઉ છુ તેમ કહી ગયા બાદ આજદિન સુધી ઘરે પરત નાં આવતા તેની ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંયે મળી આવી નથી જેથી તિલકવાડા પોલીસે આ બાબતની નોંધ લઈ જલ્પા ની શોધખોળ આદરી છે.

(10:38 pm IST)