Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

અમદાવાદના નરોડામાં ઢોરની અડફેટે મૃત્યુ પામેલા ભાવિન પટેલના પરિવારને સહાય

હાઇકોર્ટના આદેશ મુજબ 24 કલાકમાં મૃતક ભાવિન પટેલના પરિવારને 5 લાખની સહાય ચૂકવવાઈ : કોર્પોરેશનના ઇતિહાસમાં ગાયની અડફેટે મૃત્યુ પામેલા વ્યક્તિને સહાય કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદના નરોડામાં ઢોરની અડફેટે મૃત્યુ પામેલા ભાવિન પટેલના પરિવારને  સહાય અપાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ કોર્પોરેશન તંત્ર દોડતું થયું હતું. હાઇકોર્ટના આદેશ મુજબ 24 કલાકમાં મૃતક ભાવિન પટેલના પરિવારને 5 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં ગાયની અડફેટે મૃત્યુ પામેલા વ્યક્તિને સહાય કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

  મૃતક ભાવિન પટેલને પત્ની અને બે નાની દીકરી છે. ગુજરાત હાઇકોર્ટે 24 કલાકમાં સહાય ચુકવવા તંત્રને આદેશ કર્યો હતો. મહત્વનું છે કે ગાયની અડફેટે આવતા ભાવિન પટેલના માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. મગજમાં મલ્ટીપલ હેમરેજ થવાથી ભાવિન પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.

(1:06 am IST)