Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

વડોદરાના માંજલપુરમાં જાહેર માર્ગ પર ડાયરો કરાવનાર ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

જાહેરનામા ભંગ બદલ ભાજપ કોર્પોરેટર સામે કાર્યવાહી: રાજકીય ખેંચતાણને લઈને ફરિયાદ થઈ હોવાની ચર્ચા

વડોદરાના માંજલપુરમાં જાહેર માર્ગ પર ડાયરો કરાવનાર ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાહેરનામા ભંગ બદલ ભાજપ કોર્પોરેટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરવાનગી વગર જાહેરમાં ડાયરો યોજવામાં આવ્યો હતો. પોલીસે કોર્પોરેટરને કાયદાનું પાલન કરાવ્યું હતું, જો કે રાજકીય ખેંચતાણને લઈને ફરિયાદ થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

  ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ દ્વારા બે દિવસ અગાઉ ઇવા મોલ પાસે જાહેર માર્ગ પર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે ઘટનાસ્થળે જઇને ડાયરા બંધ કરાવ્યો હતો. ધાર્મિક વડા અને ધર્મગુરૂઓની હાજરીમાં પોલીસે ડાયરો બંધ કરાવતાં વિવાદ થયો હતો. બીજી તરફ ડાયરો બંધ કરાવનાર માંજલપુર પી.આઇ.વિજય દેસાઇની બદલી કરી દેવાતા મામલો વધુ ગુંચવાય તેવી શકયતા છે

 

(1:07 am IST)