Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

અમીરાત એરલાઇન્‍સ દ્વારા બોર્ડીંગ નહી કરવા દેતા વડોદરાના જીલ્‍લાના ગ્રાહક તકરા૨ નિવારણ પંચ સમક્ષ ફરિયાદ

મેક માઇ ટ્રીપ ઓનલાઇન પ્‍લેટફોર્મમાં એર ટીકીટ કન્‍ફર્મ થયેલ હોવા છતા

રાજકોટઃ ફરિયાદી જતીન.ડી. માધાણીના દિકરી વિરાલી જતીન માધાણી જે અભ્‍યાસક્ષેત્રે હોશિયાર હોય પોતે યુ.કે. બર્મીગહામ મુકામે એસ્‍ટોન યુનિવર્સિટીમાં તા.૧૯/૯/૨૦૨૨થી ઉચ્‍ચ અભ્‍યાસ કરવા જતા માટે પોસ્‍ટ ગ્રેજયુએટના માસ્‍ટર ડિગ્રી માટે એડમીશન મેળવેલ હતું.

તે અનુસંધાને મેકમાઇ ટ્રીપ ઓનલાઇન પ્‍લેટફોર્મ ઉપરથી તા.૧૫/૦૯/૨૦૨૨ના રોજ અમદાવાદથી બર્મીગહામ જવા માકન્‍ફર્મડ ફલાઇટ ટીકીટ અમીરાત એરલાઇનસની મેળવી ઓનલાઇન ચેકઇન સહિતની તમામ પ્રોસેસ પૂર્ણ કરેલ હતી. અને તે ટીકીટ મુજબ તે તા.૧૫/૦૯/૨૦૨૨ના રોજ અમદાવાદના એરપોર્ટ ઉપર બર્મીગહામ જવા માટે બોર્ડીગ માટે જતા અમીરાત એરલાઇન્‍સના કાઉન્‍ટર ઉપર રહેલ કર્મચારી દ્વારા જણાવવામાં આવેલ કે, તમારૂ નામ પેસેંન્‍જર લીસ્‍ટમાં ટીકીટ બતાવતા નથી અને મેકમાઇ ટ્રીપ દ્વારા ટીકીટ કેન્‍સલ કરેલ છે અને ઇન્‍વેટરી મોકલેલ નથી તેમ જણાવી વિરાલી જતીન માધાણીને ફલાઇટમાં બેસવાની ના  પાડતા મેકમાઇ ટ્રીપના કસ્‍ટમરકેર સાથે વાતચીત કરતા તેના દ્વારા જણાવવામાં આવેલ કે અમે આ મામલાની તપાસ કરીશું અને તમોને ૨૪થી ૭૨ કલાકમાં તમારો સંપંર્ક કરીશું જે આવી ઇર્મજન્‍સીના કિસ્‍સામાં બેજવાબદાર, સેવાના પ્રદાન કરવામા ંખામી, અસમર્થતા દર્શાવી અયોગ્‍ય જવાબ આપેલ ત્‍યારબાદ વિરાલી માધણી દ્વારા અરજન્‍ટ તા.૧૬/૦૯/૨૦૨૨ની ખુબ જ ઉચ્‍ચ દરની ટીકીટ લઇને યુ.કે. બર્મીગહામ ગયેલ હોય આમ મેકમાઇટ્રીપ તથા અમીરાત એરલાઇનસની ભુલના કારણે વિરાલી માધાણી અને તેના પરિવારને ખૂબ જ હાલકી અને માનસિક ત્રાસ અનુભવેલ હોય તેથી શ્રી જતીન.ડી.માધાણી દ્વારા મેકમાઇટ્રીપ તથા અમીરાત એરલાઇનસ સામે ફરિયાદ દાખલ કરેલ છે જે અનુસંધાને સામાવાળાઓ ઉપર વડોદરાના જીલ્લાના ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા નોટીસ કાઢેલ છે. આ ફરિયાદના કામે રાજકોટના નામાંકીત એડવોકેટો તરીકે શ્રીનિર્મલ આર.શેઠ તથા શ્રી રાજેશ યુ.પાટડીયા, શ્રીરોનક બી.વખારીયા રોકાયેલા છે.

(12:06 pm IST)