Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

દિવાળી પછી નરેન્‍દ્રભાઇ ૧પ થી વધુ સભા ગજાવશેઃ ૪ ઝોનમાં અમિતભાઇના સંમેલનો

ગુજરાતમાં તહેવારોનો માહોલ પૂરો થતા ચૂંટણી જંગની જમાવટ થશેઃ ભાજપના કાર્યક્રમોની હારમાળા : કેન્‍દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં સૌરાષ્‍ટ્ર વિભાગનું સંમેલન સોમનાથમાં: કેન્‍દ્રીય મંત્રીઓ પ્રચારમાં ઉતરશે

રાજકોટ તા. ર૦ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ચૂંટણી જાહેર થતા પૂર્વે અવારનવાર ગુજરાત આવી રહ્યા છ.ે છેલ્લા એક મહિનામાં તેમણે રાજયના વિવિધ શહેરોમાં સભાઓ ગજાવી છે. ગઇકાલે રાજકોટ અને જુનાગઢમાં જાહેર સભા સંબોધી હતી. દિવાળી પછી ફરી તેઓ ગુજરાતને ગજાવવા આવી રહ્યા છે. આચારસંહિતા લાગુ પડી ગઇ હશે તો ભાજપના માધ્‍યમથી કાર્યક્રમો થશે.

 દિવાળી પછીમતદાન સુધીમાં વડાપ્રધાન રાજયમાં ૧પ થી૧૮ સભાઓ ગજાવે તેવો નિર્દેષ પાર્ટીના લોકો આપી રહ્યા છે. કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે.

સપ્‍ટેમ્‍બર-ઓકટોબરમાં જયા વડાપ્રધાનની સભા થઇ છે તે સિવાઇના વિસ્‍તારોમાં સભા થશે. વડાપ્રધાનની સભાઓ રાજયમાં ભાજપ તરફી માહોલ બનાવવામાં અગત્‍યનો ભાગ ભજવશે સભાઓનો દોર ચાલતો હશે તે વખતે ચુંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ હશે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે હવે ચૂંટણી સુધી તેઓ મહત્તમ સમય ગુજરાતમાં આપે તેવી શકયતા છે. તેમની હાજરીમાં રાજયમાં ૪ ઝોનમાં કાર્યકર સંમેલન યોજાનાર છે. સૌરાષ્‍ટ્ર વિભાગનું સંમેલન ગિર સોમનાથમાં યોજાનાર હોવાનું જાણવા મળે છે. દિવાળી પછી પાર્ટીના સ્‍નેહ મિલનો થશે. નવેમ્‍બર પ્રારંભે સેન્‍સ પ્રક્રિયા થઇ જશે. દિવાળી તહેવાર પછી પ્રદેશના નેતાઓ અને કેન્‍દ્રીય મંત્રીઓના પ્રવાસો વધશે. તહેવારોનો માહોલ પૂરો થયા બાદ ચૂંટણી માહોલ જામશે.

(3:18 pm IST)