Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

ર૫મીએ રજા જાહેર કરી કર્મચારીઓને સળંગ પાંચ દિ'ની રજા આપવા વિચારણા

‘ધોકા' ના દિવસે રજા રહે તો પછીના રજાના શનિવારે કચેરીઓ ચાલુ રખાશે

રાજકોટ તા. ૨૦ : રાજ્‍ય સરકાર દ્વારા દિવાળીની રજાઓમાં સરકારી કર્મચારીઓને રાજી કરવા માટે ખાસ દિવસની રજા જાહેર કરવાની વિચારણા થઇ રહ્યાનું જાણવા મળે છે.
તા. ૨૨ ઓકટોબરે ચોથો શનિવાર છે તે દિવસે રજા આવે છે. બીજા દિવસે તા. ૨૩મીએ રવિવારની રજા છે. તા. ૨૪મીએ સોમવારે દિવાળીની રજા છે. તા. ૨૫મીએ વિશેષ દિવસ છે તે દિવસ ધોકા તરીકે ઓળખાય છે. સરકારી કચેરીઓ સત્તાવાર રીતે ચાલુ રાખવા પાત્ર છે. સરકાર તે દિવસે પણ રજા જાહેર કરવા વિચારે છે ત્‍યાર પછીના દિવસે તા. ૨૬મીએ નૂતનવર્ષની જાહેર રજા છે. જો તા. ૨૫મીએ રજા જાહેર કરવામાં આવે તો તા. ૨૨ થી ૨૬ સુધી કર્મચારીઓને સળંગ પાંચ રજાનો લાભ મળી શકે. આ દિશામાં હકારાત્‍મક રીતે વિચારણા થઇ રહ્યાનો અને તુર્તમાં જ નિર્ણય થાય તેવી શક્‍યતા હોવાનું જાણવા મળે છે. જો તા. ૨૫મીની રજા જાહેર કરાશે તો તેના બદલે ત્‍યારપછીના રજાના શનિવારે અથવા અન્‍ય કોઇ રજાના દિવસે કચેરીઓ ચાલુ રાખી ખાસ દિવસની રજા સરભર કરવામાં આવશે.

 

(4:12 pm IST)