Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

PM મોદીએ યાદ કર્યા ‘RRR', કહ્યું રીડ્‍યુસ, રીયુઝ, રીસાયકલના ત્રણ ‘R' ભારતીયોની જીવનશૈલીના અભિન્ન અંગ

મિશન લાઇફનો કરાવ્‍યો પ્રારંભ

કેવડિયા, તા.૨૦: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે PM મોદી  કેવડીયા ખાતે ૧૦મી હેડ ઓફ મિશન કોન્‍ફરન્‍સમાં સહભાગી થયા હતા. તેમની સાથે સંયુક્‍ત રાષ્‍ટ્રના મહાસચિવ એન્‍ટોનિયો ગુટેરેસ  પણ કોન્‍ફરન્‍સમાં ભાગ લીધો હતો. સાથે જ આ કોન્‍ફરન્‍સમાં ભારતના ૧૨૦ દેશોના રાજદૂત અને ઉચ્‍ચ કમિશનરો ઉપસ્‍થિત રહ્યા હતા. વડાપ્રધાને આ  કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું હતું કે  રીડ્‍યુસ, રીયુઝ, રીસાયકલ તેમજ ગોળાકાર અર્થવ્‍યવસ્‍થા હજારો વર્ષોથી ભારતીયોનો અભિન્ન અંગ છે.

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત પ્રગતિ સાથે પ્રકળતિ સાથે સાચવી રાખ્‍યું છે, કારણ કે ભારતમાં પ્રકળતિ પ્રેમ ઘણો જુનો છે. ભારતે ક્‍લાઈમેન્‍ટ ચેન્‍જ માટે ખૂબ કાર્યો કર્યા  છે. સંયુક્‍ત રાષ્‍ટ્ર થકી લાઈફ મિશનને દુનિયા સુધી પહોંચાડી શકાશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું કે  ગાંધીજીએ ટ્રસ્‍ટીશીપ વિશે વાત કરી હતી. મિશન લાઇફ આપણને પર્યાવરણના ટ્રસ્‍ટી બનવા પ્રોત્‍સાહિત કરે છે.

૨૦૨૧માં ગ્‍લાસગોમાં COP26માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સૌથી પહેલા લાઇફસ્‍ટાઇલ ફોર એન્‍વાયરમેન્‍ટ  (LiFE) અભિયાનનો વિચાર વિશ્વની સમક્ષ રજૂ કર્યો હતો. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના પછીના દિવસે એટલે કે ૬ જૂન, ૨૦૨૨ના રોજ એક કાર્યક્રમમાં વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી વડાપ્રધાને (LiFE) મિશનની શરૂઆત કરીને જણાવ્‍યું કે આ મિશન પાછળનો વિચાર એવો છે કે આપણે એવી જીવનશૈલી અપનાવીએ જે આપણી ધરતી માટે અનુકૂળ હોય અને આપણે તેને નુકસાન ન પહોંચાડીએ. તેમણે કહ્યું, ‘લાઇફ મિશન' ભૂતકાળમાંથી શીખે છે, વર્તમાનમાં સંચાલિત થાય છે અને ભવિષ્‍ય પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે.

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી  ખાતે સંયુક્‍ત રાષ્‍ટ્રના મહાસચિવ એન્‍ટોનિયો ગુટેરેસ સાથે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કરશે દ્વી-પક્ષીય બેઠક આયોજિત કરી હતી. તે દરમિયાન બંને મહાનુભાવોના સ્‍વાગત માટે વિવિધ સાંસ્‍કળતિક ઝાંખીઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગુજરાતના અલગ- અલગ પ્રાંતમાંથી હુડો, ગરબા, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, ટીમલી, મિશ્ર રાસ, કાઠીયાવાડી રાસ સહિતની વિવિધ સાંસ્‍કળતિક નળત્‍ય મંડળીઓ દ્વારા ઝાંખીઓ પ્રસ્‍તુત કરી હતી.

(4:14 pm IST)