Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

આઇટી પોલીસી અંતર્ગત આવતા પાંચ વર્ષમાં ગુજરાતમાં હજાર લોકોને નોકરી મળશેઃ દેશની સૌથી મોટી પાંચ આઇટી કંપનીઓએ જાહેર કર્યુ

રાજ્‍યમાં આઇટી અને આઇટીઇએસ ક્ષેત્રને પ્રોત્‍સાહન આપવા માટે એમઓયુ સાઇન કરવામાં આવ્‍યા

અમદાવાદઃ ગુજરાતમાં આઇટી પોલીસી હેઠળ ગુજરાતમાં હજારો યુવાનોને નોકરી મળશે. આઇટી, ઇકો સિસ્‍ટમને આગળ ધપાવવા માટે મુખ્‍યમંત્રીએ 18 ઓક્‍ટોબરે એમડી અને સીઇઓ વચ્‍ચે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ડિજીટલ ઇન્ડિયા મિશનને આગળ લઇ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે દિશામાં આગળ વધતા, ગુજરાત સરકારે વધુ પ્રોત્સાહનો અને ઉદ્યોગો માટે સાનુકૂળ જોગવાઇઓ સાથે  IT/ITes પોલિસી (2022-27) જાહેર કરી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત IT/ITeS પોલિસી (2022-27)ના લીધે રાજ્યમાં ડિજિટલ ઈનોવેશનને વેગ મળ્યો છે, અને હવે ડિજિટલાઈઝેશનની ક્ષમતાને બહાર લાવવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને સશક્ત બનાવવાની દિશામાં કામગીરી થઇ રહી છે. તે રાજ્યની અર્થવ્યવસ્થામાં અભિવૃદ્ધિ કરશે.

ઉપરાંત, સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના માનનીય મંત્રી જીતુભાઈ વાઘાણીએ રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી એમ્પલોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ્સ (EGI) અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા અનન્ય અને સક્ષમ પ્રોત્સાહનો મળ્યા છે. આઇટી ક્ષેત્રમાં રોકાણને લગતી પોલિસીમાં પ્રથમ વખત આ પોલિસી CAPEX-OPEX મોડલનો એક નવીન ખ્યાલ પણ રજૂ કરે છે.

ગુજરાતમાં આઇટી પોલિસી લાગૂ થયા બાદ મોટાપાયે રોકાણ માટે કંપનીઓ આગળ આવી રહી છે. પોલિસી લાગૂ થયાના પહેલા સાત મહિનામાં જ ગુજરાત સરકારે 15 અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક આઇટી કંપનીઓ સાથે એમઓયુ સાઇન કર્યા છે. તેના દ્વારા લગભગ 26,750 જેટલી ઉચ્ચ દરજ્જાની આઇટી રોજગારીની તકો પેદા થશે. આ આંકડા આઇટી ક્ષેત્રના વિકાસ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

(5:00 pm IST)