Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

મહેસાણાની દુધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની ભેટઃ દુધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો

પશુપાલકોને હવે 730ના બદલે 740 રૂપિયા ચુકવાશેઃ ભાવવધારાથી 6.50 લાખ પશુપાલકોને ફાયદો

મહેસાણાઃ મહેસાણાની દુધસાગર ડેરીએ સાધારણ સભામાં પશુપાલકો માટે કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી આ વિસ્‍તારના 6.50 લાખ પશુપાલકોને ફાયદો થશે. ભાવવધારો થતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે.

મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે. જેમાં દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે.

મહેસાણાની સૌથી મોટી દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી છે. દૂધમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. 21 તારીખથી દૂધની ખરીદીમાં વધારો લાગુ કરવામાં આવશે. પશુપાલકોને હવે 730ના બદલે 740 રૂપિયા ચૂકવાશે. ભાવવધારાથી 6.50 લાખ પશુપાલકોને ફાયદો થશે.

અગાઉ દૂધસાગર ડેરી પશુપાલકોને 730 રૂપિયા કિલોફેટે ભાવ આપતી હતી. જ્યારે હવે 10 રૂપિયાનો વધારો કરવામાં આવતા દૂધસાગર ડેરી પશુપાલકોને 740 રૂપિયા કિલો ફેટે આપશે. આ નવો ભાવ આગામી 21 ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. ભાવ વધારવાના નિર્ણયના પગલે પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

દૂધસાગર ડેરીની સાધારણ સભામાં પશુપાલકોને કીલો દૂધ ફેટમાં રૂપિયા 10નો વધારો તેમજ કરોડોનો નફો ભાવ વધારા ફેર આપવાની જાહેરાત કરતા ખેડૂતો પશુપાલકોમાં ભારે ખુશી જોવા મળી હતી.

(5:02 pm IST)