Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

નડિયાદમાં મહિલા વેપારી સામે આણંદના અજરપુરાના વેપારીને ચેક રિટર્નના કેસમાં ફરિયાદ નોંધાવતા અદાલતે બે વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : નડિયાદની મહિલા વેપારી સામે આણંદ તાલુકાના અજરપુરાના વેપારીએ ચેક રીટર્ન થવા અંગે કરેલી ફરિયાદમાં કોર્ટે આરોપીને બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.

નડિયાદના શારદા મંદિર રોડ પર રહેતા અલકાબેન અંકિતકુમાર ખંભોળજા  અંકીત બેંગલ્સ નામે વ્યવસાય કરે છે. તેમને આણંદ જિલ્લાના અજરપુરાના ઘનશ્યામભાઇ ચીમનભાઇ ઠક્કર પાસેથી માલસામાનની ખરીદી કરી હતી. જેના બદલામાં રૂ.૧,૭૯,૭૭૦નો ચેક આપ્યો હતો.  તે ચેક  બેંકમાં ભરતા પુરતુ બેલેન્સન હોવાના કારણ સાથે પરત આવ્યો હતો. આથી ઘનશ્યામભાઇએ ગત્ ૫.૧૦.૨૦૧૫ના રોજ અંકિત બેંગલ્સના પ્રોપરાયટર અલકાબેન સામે નડિયાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ તાજેતરમાં નડિયાદની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ઘનશ્યામભાઇના વકીલ કિશોરભાઇ સી. પટેલની દલીલોને આધારે કોર્ટે  અલકાબેનને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ઉપરાંત ચેકની રકમ રૂા.૧,૭૯,૭૭૦ વળતર પેટે ઘનશ્યામભાઇને દિન-૩૦માં ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. 

(6:11 pm IST)