Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં અભ્યાસ કરતી 17 વર્ષીય તરુણીની સગા કાકાએ છેડતી કરતા અરેરાટી મચી જવા પામી

સુરત, : સુરતના ડિંડોલી વિસ્તારમાં સોમવારે રાત્રે ધો.12 માં અભ્યાસ કરતી 17 વર્ષની તરૂણીની તેના 42 વર્ષીય સગા કાકાએ છેડતી કરી હતી.બનાવ અંગે શરૂઆતમાં તરૂણીની માતાને તેની સાસુએ ઘરઘરનો મામલો છે કહી ફરિયાદ કરવા ના પાડી હતી.જોકે, બાદમાં તરૂણીની માતાએ ભવિષ્યમાં જેઠ ફરી આવી કરતૂત નહીં કરે તે માટે પતિ સાથે ચર્ચા કર્યા બાદ ગતરોજ જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાન કાપડ માર્કેટમાં નોકરી કરે છે.જયારે તેમની પત્ની પણ વરાછા ખાતે હીરાના કારખાનામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હોય તેમની ધો.12 માં અભ્યાસ કરતી પુત્રી સીમા ( ઉ.વ.17, નામ બદલ્યું છે ) અને ધો.9 માં અભ્યાસ કરતો 14 વર્ષીય પુત્ર બપોરે સ્કુલેથી ઘરે પરત ફરે ત્યારે તેમની સાસુપોતાના ઘરે લઈ જાય છે અને સાંજે ઘરે મૂકી જાય ત્યાર બાદ યુવાન અને તેની પત્ની 8.30 વાગ્યે ઘરે આવે છે.ગત સોમવારે રાત્રે 9 વાગ્યે યુવાન બહાર કામ માટે ગયો હતો અને તેની પત્ની બંને બાળકો માટે દૂધ લેવા સોસાયટીના નાકે દુકાન ઉપર ગઈ હતી.

તે પરત ફરી ત્યારે તેમના ઘરના ભોંયતળીયે જ રહેતા તેમના 42 વર્ષના જેઠ સંતોષ મકાનના દાદર પરથી સીમાના રૂમની ખુલ્લી બારીમાંથી બંને હાથ નાંખી તેની છાતી પકડી પોતાની તરફ ખેંચતો હતો.સીમા એકદમ ગભરાઈને રડતી હતી.આથી સીમાની માતા અને સંતોષની પત્નીએ સંતોષની પાસેથી સીમાને છોડાવવા પ્રયાસ કર્યો હતો.પણ સંતોષ તેને છોડતો નહોતો.તે સમયે જ સીમાના પિતા ઘરે આવતા તેમણે ધક્કો મારીને તેને છોડાવી હતી. બનાવને લીધે ભાઈઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો.ત્યારે યુવાનની માતાએ ઘરઘરનો મામલો છે કહી ફરિયાદ કરવા ના પાડી હતી. પરંતુ બાદમાં સીમાની માતાએ ભવિષ્યમાં જેઠ ફરી આવી કરતૂત નહીં કરે તે માટે પતિ સાથે ચર્ચા કર્યા બાદ ગતરોજ જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

(6:12 pm IST)