Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

વર્ષ 2021-22ના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આરએમ (RM) પુરસ્કાર એનાયત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ

ઈન્ડિજનાઈઝેશન/ઇમ્પોર્ટ સબ્સિટ્યુયશન, ઈનોવેશન/ટેક્નોલોજીકલ બ્રેકથ્રો એન્ડ એક્ષ્પોર્ટસ આમ કુલ 22 પુરસ્કારો આપવામાં આવ્યા

ગાંધીનગર :રક્ષા મંત્રી રાજનાથ સિંહે  ગાંધીનગરમાં 12માં ડિફેન્સ એક્સ્પોના ભાગ રૂપે આયોજિત કાર્યક્રમમાં વર્ષ 2021-22 માટે સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટરમાં શ્રેષ્ઠતા માટે આરએમ (RM) પુરસ્કારો ખાનગી ક્ષેત્ર સહિત ભારતીય સંરક્ષણ ઉદ્યોગોને એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરી જેવી કે ઈન્ડિજનાઈઝેશન/ઇમ્પોર્ટ સબ્સિટ્યુયશન, ઈનોવેશન/ ટેક્નોલોજીકલ બ્રેકથ્રો એન્ડ એક્ષ્પોર્ટસ આમ કુલ 22 પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
 22 પુરસ્કારોમાંથી,13 ખાનગી ઉદ્યોગો દ્વારા અને બાકીના DPSU/પીએસયુને એનાયત કરાયા હતા. આ પુરસ્કારો સમાનરૂપે વિવિધ  સાહસો એટલે કે મોટા,મધ્યમ,નાના સ્ટાર્ટ અપ એન્ટરપ્રાઈઝને એક સ્તરીય રમતનું ક્ષેત્ર પ્રદાન કરવા માટે આપવામાં આવ્યા હતા.

   
(8:11 pm IST)