Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

ત્રણ બાળકો હોય તો સરપંચ પદેથી દુર કરી શકાય પરંતુ ગેરલાયક ઠેરવી શકાય નહિ: ગુજરાત હાઇકોર્ટ

સરપંચ પોતાની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતનો સભ્ય બને છે. સભ્ય હોવાના કારણે સરપંચ બનતો નથી.

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટે ત્રણ બાળકો હોવાના કારણે સરપંચને ગેરલાયક ઠેરવવા અંગે અપાયેલી નોટિસ પર મનાઈ હુકમ ફરમાવ્યો છે.

હાઇકોર્ટેનું કહેવું છે કે, સરપંચને પંચાયત એક્ટની જોગવાઈ હેઠળ સરપંચ પદેથી દુર કરી શકાય, પરંતુ ગેરલાયક ઠેરવી શકાય નહિ.

સરપંચની ચૂંટણી ગ્રામજનો સીધી રીતે કરતા હોવાથી પંચાયતની જોગવાઈ હેઠળ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોથી અલગ છે. સરપંચ પોતાની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતનો સભ્ય બને છે. સભ્ય હોવાના કારણે સરપંચ બનતો નથી.

(9:33 pm IST)