Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો :પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ્સ અને પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપ્યું

કેન્દ્રિય ગુહમંત્રી અમિતભાઈ શાહની પરંપરાગત સીટ પરથી કોંગ્રેસે મોટા નેતા ગુમાવ્યા

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચોક્કસ રસાકસી ભરી બની રહેશે,ત્યારે કોંગ્રેસમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપ્યું છે. નીતિન પટેલ વર્ષ 2017માં અમદાવાદના નારણપુરાથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપીને કોંગ્રેસને પડતા પર પાટું માર્યું જેવી હાલત કરી છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આજે અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું.

નીતિન પટેલ 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભાથી ચુંટણી લડ્યાં હતા. કેન્દ્રિય ગુહમંત્રી અમિતભાઈ  શાહની પરંપરાગત સીટ પરથી કોંગ્રેસે મોટા નેતા ગુમાવ્યા છે. નારણપુરા વિધાનસભામા 2017 માં 41 હજાર મત નીતિન પટેલને કોગ્રેસમાંથી મળ્યાં હતા.

(10:04 pm IST)