Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

નર્મદા જિલ્લાના થપાવી ગામના ગાંજા સાથે પકડાયેલા શખ્શને રાજપીપળા કોર્ટે ફટકારી 5 વર્ષની સજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલેલ એન.ડી.પી.એસ. કેસમાં પકડાયેલા ઉકડીયાભાઈ મીરાભાઈ વસાવા, રહે.થપાવી, તા.ડેડીયાપાડા જી.નર્મદા,નાઓને એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(બી), ૨૦(એ) મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર એડી.સેસન્સ જજ એન.એસ. સીદીકીનાઓએ ગુનેગાર ઠેરવી પાંચ(૫) વર્ષની કેદની સજા અને રૂ.૫૦,૦૦૦નો દંડની સજાનો હુકમ કર્યો હતો
જેમાં મળતી વિગતો અનુસાર ઉકડીયાભાઈ મીરાભાઈ વસાવા( રહે.થપાવી) પોતાના ઘરના વાડામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારું ગાંજાના ફુલ, નાના મોટા છોડનાં નંગ- ૮૧ મળી કુલ વજન ૧૯ કીલો ૪૨૦ ગ્રામ રૂ.૫૮,૨૬૦ ના મુદામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કર્યો હતો જે કેસ ગુરુવારે રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી જતાં જેમાં ફરીયાદી તરફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે આ પુરાવાઓને ધ્યાનમાં રાખી એન.ડી.પી.એસ.એકટની કલમ માં ઉકડિયા વસાવા ને ગુનેગાર ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને રૂ.૫૦,૦૦૦ નો દંડની સજાનો હુકમ કર્યો હતો

(10:34 pm IST)