Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ચોરીના ગુનામાં નાસતા - ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ - બાજુ ના જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચના મળતા પેરોલ - ફર્લો સ્કોડના પો.સ.ઈ. એસ.એમ. રાઠવાએ જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ઓની કેસ ડાયરી ઓનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી આરોપી ઓને ઝડપી પાડવાની સૂચનાના પગલે પેરોલ - ફર્લો સ્કોર્ડના પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાજપીપલાના ચોરીના ગુનામાં નાસતો - ફરતો હાગો ઉર્ફે અરવિદ ભાઈ મોહનભાઈ વસાવા(રહે.બોરીન્દ્રા સરપચ ફળીયા તા. નાદોદ જી.નર્મદા )ને ખાનગી બાતમીદાર મારફતે તેના નિવાસ સ્થાનેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.

(10:17 pm IST)