Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજ્યમાં કોરોનાનો વધતો કહેર :10 દિવસમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 54 ટકાનો વધારો

 

૧૦ નવેમ્બરે રાજ્યમાં ૨૧૫ એક્ટિવ કેસ હતા, હવે ૫૪% વધીને ૩૩૧ થઇ ગયા

ફોટો

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો. શુક્રવારે રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા.બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે,બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી શુક્રવારે એક મોત થયું છે અને 3,42,151 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 331  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 326 નાગરિકો સ્ટેબલ છે. ૧૦ નવેમ્બરે રાજ્યમાં ૨૧૫ એક્ટિવ કેસ હતા, જે હવે ૫૪% વધીને ૩૩૧ થઇ ગયા છે. અત્યાર સુધીમાં 8,16,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે

(10:52 am IST)