Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

હિંમતનગરના એક ભકત પરિવાર દ્વારા

પાવાગઢ ખાતે માતાજીને સવા કિલોનું છતર અને ૧.૧૧ કરોડનો ચેક અર્પણ

અમદાવાદ તા. ર૦ઃ દેવદિવાળીના રોજ ગઇકાલે શુક્રવારે મુળ રાજસ્થાનના અને હિંમતનગરના બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર સાથે પાવાગઢ ખાતે આવી માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં સવા કિલો સોનાનું છત્ર જેની અંદાજિત કિંમત ૬૦ લાખ રૂપિયા તેમજ એક કરોડ અગીયાર લાખ રૂપિયાનો ચેક મંદિરના જિર્ણોધ્ધાર માટે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અર્પણ કરવામાં આવ્યો હતો. જેનો ટ્રસ્ટીઓએ સ્વીકાર કરી સોનાના છત્રને માતાજી સન્મુખ ધરાવવામાં આવ્યું હતું.
માતાજી સમક્ષ સૌ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં સોનુ ચડાવવામાં આવ્યું હતું. મૂળ રાજસ્થાનના અને છેલ્લા પચાસ વર્ષ ઉંપરાંતથી હિંમતનગર ખાતે સ્થાયી થયેલા તેમજ મહાકાલી કોર્પોરેશન તેમજ મહાકાલી એગ્રો ફીડ પ્રા. લિ. નામથી વ્યાપાર કરતાં બાબુલાલ સોનાજી રાજપુરોહિત પરિવાર જેઓ માતાજીના પરમ ભકત હોઇ માસમાં એક વાર પાવાગઢ માતાજીના દર્શને આવે છે. જેઓ છેલ્લા ૩૦ વર્ષથી નિત્યક્રમ મુજબ દર્શને આવે છે, અને આજે જે કોઇપણ સુખ છે તે માતાજીની કૃપાથી હોવાનું તેમણે જણાવેલ.

 

(11:30 am IST)