Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

બાવળા તાલુકાના જુવાલ-રૂપાવટી ખાતે સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : બાવળા તાલુકાના જુવાલ-રૂપાવટી ગામે સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, જિલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ મકવાણા, બાવળા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ વિષ્ણુભાઈ કોળી પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગીરીશભાઈ ડાભી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભીમદેવસિંહ ચૌહાણ, ગામના સરપંચ, બાવળા તાલુકા વહીવટી તંત્ર અધિકારીઓ, આજુબાજુ ગામના લાભર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : જીજ્ઞેશ પંડ્યા - બાવળા)

(3:27 pm IST)