-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
વડોદરા:મોડીરાત્રે બાઈક લઈને જતા શ્રમજીવીની પાછળ શ્વાન દોડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
વડોદરા: મોડીરાતે બાઇક લઇને જતા શ્રમજીવીની પાછળ કૂતરૃં દોડતા તેણે બેલેન્સ ગુમાવતા રોડની સાઇડ પર ઉભેલા ટ્રેલરમાં પાછળ ધડાકાભેર અથડાયો હતો.બાઇકચાલકને માથામાં ગંભીર ઇજા થઇ હતી.ત્રણ દિવસની સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,માંજલપુર અલવાનાકા વિસ્તારમાં રહેતો ગોવિંદ ખુમાનસહિં પઢિયાર ગત તા.૧૫ મી એ બાઇક લઇને જતો હતો.રાતે અગિયાર વાગ્યે તે જી.આઇ.ડી.સી.રોડ પરથી બાઇક લઇને પસાર થતો હતો.તે દરમિયાન રસ્તામાં કૂતરૃં આવી જતા તેણે બેલેન્સ ગુમાવ્યું હતું.અને રોડની સાઇડ પર પાર્ક કરેલા ટ્રેલરમાં પાછળથી તે ધડાકાભેર અથડાયો હતો.અકસ્માતમાં ગોવિંદ પઢિયારને માથામાં ,ડાબી આંખ અને જમણા કાન પર ગંભીર ઇજા થતા તેણે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન ગત મોડીરાતે તેનું મોત થયું હતું.જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.