Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

વિરમગામ ખાતે આનંદ મંદિર સ્કૂલ અને ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

-જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, જનરલ સર્જન, શ્વસન રોગના નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી : 120થી વધારે દર્દીઓએ લાભ લીધો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ ખાતે રવિવારે આનંદ મંદિર સ્કૂલ અને ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કેમ્પમાં 120 થી વધારે દર્દીઓએ ભાગ લીધેલ હતો. આ કેમ્પમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન,જનરલ સર્જન,અને શ્વસન રોગના તકલીફોના નિષ્ણાંત  ડોક્ટરોએ સેવા આપી હતી. આમ સ્કૂલ અને  હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમના સહયોગથી નિઃશુલ્ક  કેમ્પ સફળ બનાવવામાં આવ્યો હતો

(5:56 pm IST)