Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

કોંગ્રેસે ફક્ત મતો મેળવવા આદિવાસીઓનો ઉપયોગ કર્યો ડેડિયાપાડામાં વિરોધીઓ પર વરસ્યા ગૃહમંત્રી અમિતભાઇ

અમિતભાઇ શાહે ફરી કોંગ્રેસ પર નિશાન સાધી કોંગ્રેસને ગરીબ અને આદિવાસી વિરોધી ગણાવી કહ્યું - ભાજપે ખરા અર્થમાં આદિવાસીઓ માટે કામ કર્યું.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ધરખમ નેતાઓ સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યાં છે, તેવામાં તાપીના નિઝર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે નર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણી સભા ને સંબોધિત કરી. અમિતભાઈ શાહે ફરી કોંગ્રેસ પર નિશાન સાધી કોંગ્રેસને ગરીબ અને આદિવાસી વિરોધી ગણાવી હતી

 અમિતભાઇ શાહે જણાવ્યું કે કોંગ્રેસે ફક્ત મતો મેળવવા આદિવાસીઓનો ઉપયોગ કર્યો. ભાજપે ખરા અર્થમાં આદિવાસીઓ માટે કામ કર્યું. ભાજપે આદિવાસીઓના ગામેગામ વીજળી, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડી છે.

 અમિતભાઇ શાહે આતંકવાદ અને રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે મોદી સરકારના શાસનમાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. જે લોકો ભાજપને તારીખ પૂછતા હતા તેમને હું કહું છું કે 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જોવા મળશે.

 

(6:38 pm IST)