Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

વિરમગામ આપમાં ભડકો:કોંગ્રેસમાંથી આવેલા અમરી ઠાકોરને ટિકિટ આપતા રોષ: હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામાં આપ્યા 

. વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરની જગ્યાએ અમરીશ ઠાકોરને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વિરમગામ આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. કોંગ્રેસમાંથી આવેલા અમરીશ ઠાકોરને વિરમગામથી ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો અને સક્રિય કાર્યકર વેપારીઓએ રાજીનામાં આપ્યા છે. વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરની જગ્યાએ અમરીશ ઠાકોરને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયા છે. અને છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવામાં આવતા પક્ષથી નારાજ થઈ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામા આપી દીધા.

(7:43 pm IST)