Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સુરતના હજીરાપટ્ટીની સ્ટીલ કંપની નજીક દિવાળીના દિવસોમાં દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ

સુરત: શહેરમાં હજીરાપટ્ટીની સ્ટીલ કંપનીના કમ્પાઉન્ડમાં દિવાળીના દિવસોમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનું મૌજુ ફરી વળ્યુ હતુ. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે અલગ અલગ ત્રણ જગ્યાએ પાંજરા મુક્યા છે.

સુરત જિલ્લામાં જોવા મળતા દીપડામાંથી દિવાળીના દિવસોમાં હજીરાપટ્ટીની આર્સેલર મીત્તલ નીપોન સ્ટીલ કંપનીની દિવાલ  નજીક એક દીપડો ફરતો દેખાતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વાત કંપનીમાં તથા હજીરા ગ્રામજનોમાં ભયનું મૌજુ ફરી વળ્યુ હતુ. ગ્રામજનો દ્વારા જંગલ વિભાગને જાણ કરવામાં આવતા તુરંત કંપનીની અંદર દીપડાને પકડવા માટે ત્રણ પાંજરા મુકવામાં આવ્યા છે. જો કે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. પરંતુ ખુંખાર દીપડાને કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.

(5:12 pm IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • ડ્રગ્સ કેસમાં લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહની ધરપકડ : તેના પતિ હર્ષએ પણ ગાંજાનું સેવન કરતો હોવાની કબૂલાત કરી : 86.5 ગ્રામ ગાંજો ઝડપાયો : પૂછપરછ ચાલુ access_time 8:17 pm IST