Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ધરમપુરના વાઘવડ ગામે હટવાળા ફળિયામાં ચકલી પોપટનો જુગાર રમતા પાંચ આરોપીને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા

એક રફુચક્કર થતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો :જુગારના 7360 નો મુદ્દામાલ કબ્જે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ એન્ટી પ્રાણીને મળેલી પૂર્વ બાતમીને આધારે ધરમપુરથી અંદાજિત ૪૦ કિલોમીટર દૂર આવેલા વાઘવળ ગામે હટવાડા ફળિયામાં જુગાર રમી રહ્યો હોવાનું માહિતી મળી હતી જોકે આ માહિતીની ખરાઈ કર્યા બાદ પીએસઆઇ એન.ટી પુરાણી પોતે અને તેમના સ્ટાફના કર્મચારીઓ ગામડાના નાગરિકના વેશમાં વેશપલટો કરી એક ખાનગી વાહનમાં વાઘવડ ગામે પહોંચ્યા હતા અને ત્યાં આગળ ભરાયેલા સંજના હટ વાડામાં તેઓ છૂપા વેશે ફરી મળેલી બાતમી વાળી જગ્યા ઉપર પહોંચ્યા હતા.જ્યાં આગળ ચારણ વાડી વિસ્તારમાં પાંચ જેટલાલોકો કુંડાળામાં બેસી ચકલી પોપટ નો જુગાર રમી રહ્યા હતા અચાનક છૂપાવેશે પહોંચેલી પોલીસે આ તમામને ફરતે ઊભા રહી ગઈ દબોચી લીધા હતા અને કોઈને ભાગવાનો મોકો મળ્યો ન હતો પકડાયેલા ઈસમોની અંગજડતી કરતા રોકડ રૂપિયા તેમજ દાવના રૂપિયા મળી પોલીસને 7360 રૂપિયા નો મુદ્દામાલ મળી આવ્યો હતો પકડાયેલા તમામ લોકોની સામે જુગાર ની કલમ અન્વય ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 .મહત્વનું છે કે પોલીસ પહોંચે તે પૂર્વે જુગાર રમાડનાર ઓ મુખ્ય સૂત્રધાર પરેશ શિવરામ પાડવી ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જુગારમાં પકડાયેલા આરોપીઓમાં1.મને ભાઇ ઇઠ્ઠે ભાઈ મહાલાં,2.સોમનાથ ગંગા ભાઈ પાડવી 3.વિજય કાલુ ગાયકવાડ4.વિષ્ણુ મહદ મોર્યા રહે મુરદડ5.છગન બંદુ પવાર રહે સાદડ વેરાની પોલીસે ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહત્વનું છે કે સામાન્ય નાગરિક નો વેશ બદલીને પહોંચેલી પોલીસને જોઈને સ્થાનિક ગ્રામજનો પણ દંગ રહી ગયા હતા અને ઇન્ચાર્જ પી.એસ.આઇ એન.ટી. પુરાણી દ્વારા લેવામાં આવેલા આ પગલાને લઇ ને સ્થાનિક લોકો પણ તેમની કામગીરીને સરાહી રહ્યા છે

(7:57 pm IST)
  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • ડ્રગ્સ કેસમાં લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહની ધરપકડ : તેના પતિ હર્ષએ પણ ગાંજાનું સેવન કરતો હોવાની કબૂલાત કરી : 86.5 ગ્રામ ગાંજો ઝડપાયો : પૂછપરછ ચાલુ access_time 8:17 pm IST

  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST