Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દિવના નાગવા એરપોર્ટ પાસે કાર અકસ્માત: એકનું મોત : કોડીનારના ચાર યુવકોને ઇજા

કાર એરપોર્ટના મુખ્ય દરવાજો તોડીને અંદર ઘૂસી ગઈ

દીવના નાગવા એરપોર્ટ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં કોડીનારના ચાર યુવકોને ઈજા થવા પામી હતી. આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે.કાર એરપોર્ટના મુખ્ય દરવાજો તોડીને અંદર ઘૂસી ગઈ હતી. કારચાલકે નશો કર્યો હતો કે નહી તે ચકાસવા હાથ ધરાયેલ તપાસમાં કાર ચાલકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(9:10 pm IST)