Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

નવી શિક્ષણ નીતિ માટે સરકાર સજ્જ : જુદી જુદી સમિતિઓની રચના : પ્રાથમિકમાં બાલવાટિકા શરૂ કરાશે

ધો. ૯ના અભ્‍યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ : શિક્ષકોને તાલીમ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૧ : રાજ્‍યમાં ન્‍યુ એજ્‍યુકેશન પોલીસી ૨૦૨૦ અંતર્ગત કામગીરી અંગે ભાજપના ચૈતન્‍ય દેસાઇના પ્રશ્‍ન્ના ઉત્તરમાં શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ છેલ્લા વર્ષમાં આ પોલિસી અંતર્ગત રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

* શિક્ષણ વિભાગે વિવિધ ટેકનિકલ અને અન્‍ય પ્રોફેશનલ કોર્સિસના માતૃભાષામાં અભ્‍યાસ સામગ્રીની રચના કરવા માટે એકસપર્ટ કમિટીની રચના કરી છે.

* ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સંલગ્ન સંસ્‍થા ગુજરાત પાવર એન્‍જીનિયરીંગ એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટ - મેવડ, મહેસાણા ખાતે સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ અને કોમ્‍પ્‍યુટર એમ કુલ ચાર એન્‍જિનિયરીંગ વિદ્યાશાખાઓમાં ૩૦ વિદ્યાર્થીઓની ઇન્‍ટેક સાથેના અભ્‍યાસક્રમોને પ્રાદેશિક ભાષામાં શરૂ કરવામાં આવેલ છે.

* પ્રથમ તબક્કે પાયલટ પ્રોજેકટ તરીકે શ્રી કે કા શાષાી ગવર્મેન્‍ટ કોલેજ કોન્‍ફેડરેશન (સેન્‍ટર ઓફ એકસલન્‍સ) કંપની એકટ-૦૮ હેઠળ યુજીસી દ્વારા સુચિત કલસ્‍ટરની રચના કરવામાં આવી છે.

* ઉચ્‍ચ શિક્ષણ સંસ્‍થાઓની ગુણવત્તા સુધારવા ને પ્રોત્‍સાહિત કરવા માટે રાજ્‍ય સરકારે તાજેતરમાં ગુજરાત એક્રેડિટેશન એન્‍ડ ટેન્‍કિંગ ઇન્‍સ્‍ટીટયૂટશનલ મિકેનિઝમ એન્‍ડ એરેન્‍જમેન્‍ટ સેલ શરૂ કરૂ કર્યો છે.

* કવોલિટી એશ્‍યોરન્‍સ સેલની રચના સંસ્‍થાઓને માન્‍યતા પ્રાપ્‍ત કરવા માટે મોનિટર અને તૈયાર કરવા માટે કરવામાં આવેલ છે. ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓના રેટીંગ માટે સ્‍ટેટ એસેસમેન્‍ટ એન્‍ડ એક્રેડિટેશન સેન્‍ટરો અને સ્‍ટેટ કવોલિટી એશ્‍યોરસ સેલને મંજુરી આપવામાં આવી છે.

* વિદ્યાર્થી અને શિક્ષકો માટે બાલવાટિકા સામગ્રી તૈયાર કરવામાં આવી છે.

* ધો. ૧ અને ૨ના શિક્ષકો, સીઆરસી, બીઆરસી તેમજ ડાયટ અધ્‍યાપકોને નિપૂણ ભારત મિશનની તાલીમ આપી.

* ગુજરાતી ભાષામાં ધોરણ યોગ્‍ય વાંચન પ્રવાહ / ઝડપ માટે બેન્‍ચમાર્કિંગ કરવા માટે ઓરલ રીડિંગ ફલુએન્‍સી સર્વે હાથ ધરવામાં આવ્‍યો.

* રાજ્‍યમાં તમામ ચાર પ્રકારના રાજ્‍ય અભ્‍યાસક્રમ રૂપરેખા તૈયાર કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે રાજ્‍યના તમામ ૩૩ જિલ્લામાં રાજ્‍ય સ્‍તરના પરામર્શ કરી ૧૩૨ જેટલા ડિસ્‍ટ્રીકટ કન્‍સલ્‍ટેશન રિપોર્ટ તૈયાર કર્યા.

* વિદ્યાપ્રવેશ (ધોરણ-૧) માટે શિક્ષક તેમજ વિદ્યાર્થી પુસ્‍તિકા તૈયાર કરી.

* ધોરણ ૪, ૬ અને ૭માં ગુજરાત એચિવમેન્‍ટ સર્વે કરવામાં આવ્‍યો.

* ભારતીય જ્ઞાન પ્રણાલી અનુસંધાને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ધોરણ ૬, ૭ અને ૯માં વૈદિક ગણિતનો સમાવેશ કરવામાં આવ્‍યો તેમજ શિક્ષકોને તે અનુસંધાને તાલીમ આપવામાં આવી.

* રાજ્‍યમાં વિવિધ ૩૪૯૦ હિતધારકો પાસેથી મોબાઇલ એપ્‍લિકેશન મારફત એસ.સી.એફ. સંદર્ભે પ્રતિભાવ મેળવ્‍યા.

* રાજ્‍ય અભ્‍યાસક્રમ રૂપરેખા સંદર્ભે વિવિધ ૨૫ વિષયોના પોઝીશન પેપર તૈયાર કરવામાં આવ્‍યા.

* શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ધોરણ ૯ થી ૧૨માં ક્રમશઃ વ્‍યવસાયલક્ષી શિક્ષણના વિષયો દાખલ કરવા રાજ્‍યની ૫૮૯ સરકારી અને અનુદાનિત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં ૧૩ ટ્રેડ દાખલ કરવા સરકારની મંજુરી મળેલ છે.

* ન્‍યુ એજ્‍યુકેશન પોલિસી-૨૦૨૦માં સૂચવવામાં આવેલ શાળાકીય માળખા ૫+૩+૩+૪ મુજબ રાજ્‍યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી બાલવાટિકા શરૂ કરવા માટેની નીતિ હાલ વિચારણા હેઠળ છે.

(11:58 am IST)