Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વાયરલ રોગોના કારણે દવાઓના વેચાણમાં ૩૮ ટકાનો ઉછાળો

ફેબ્રુઆરીમાં ફલુ, વાયરલઇન્‍ફેકશન અને એચ૩એન૨ કેસો વધ્‍યા

અમદાવાદ, તા.૨૧: ફલુ, વાયરલ ઇન્‍ફેકશન અને એચ૩એન૨ના કેસોમાં દેશભરમાં થયેલ વધારાના કારણે ફેબ્રુઆરી મહિનામાં શ્‍વસનતંત્રને લગતી બિમારીઓની દવાઓનું વેચાણ ૩૮ ટકા જેટલુ વધી ગયુ હતુ. ફાર્માસ્‍યુટીકલ માર્કેટ રીસર્ચ કંપની ઓફ ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ (એઆઇઓસીડી-એડબલ્‍યુએસીએસ)ના આંકડાઓ દર્શાવે છે કે શ્‍વસનતંત્રને લગતી બિમારીઓની દવાઓનુેં વેચાણ ફેબ્રુઆરી દર્શાવે છે કે શ્‍વસનતંત્રને લગતી બિમારીઓની દવાઓનું વેચાણ ફેબ્રુઆરી ૨૦૨૨ના ૩૯.૭ કરોડની સરખામણીમાં વધીને ફેબ્રુઆરી ૨૦૨૩માં ૫૪.૭ કરોડ થઇ ગયુ હતું.

અમદાવાદના એક સીનીયર કન્‍સલ્‍ટન્‍ટ ફીઝીશ્‍યન ડોકટર મનોજ વીઠલાણીએ કહ્યું, ‘ એચ૩એન૨ના કારણે ગંભીર અને સતત સુકો કફ થાય છે જેને મટાડવામાં લાંબો સમય લાગે છે. છેલ્લા એક-બે મહિનામાં ફલુ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં ઓછામાં ઓછો ૩૦ ટકા જેટલો વધારો થયો છે. આમાં કફ, શરદી, વહેતુ નાક, તાવ અને દુઃખાવા જેવા લક્ષણો પણ સામેલ છે. ફેડરેશન ઓફ ફેમીલી ફીઝીશ્‍યન્‍સ એસોસીએશન ઓફ ઇન્‍ડિયાના માનદ મંત્રી ડોકટર પ્રજ્ઞેશ વછરાજાનીએ કહ્યું, સામાન્‍ય રીતે ફેબ્રુઆરી અને માર્ચના મહિનાઓમાં ફલુ વધારે જોવા મળે છે. અત્‍યારે ઓપીડીમાં લગભગ ૩૦ ટકા જેટલા દર્દીઓ વધી ગયા છે અને તેમાંથી મોટા ભાગના કફ, શરદી, અને ફલુના દર્દીઓ છે અને ચેતવણીઓ આપવા છતાં તેમાંથી મોટા ભાગના દર્દીઓ જાતે એન્‍ટીબાયોટીક દવાઓ લેતા હોય છે જેના પરિણામે આવી દવાઓનું વેચાણ વધી ગયુ છે.

(12:01 pm IST)