Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

તા. ૩ એપ્રીલે ગુજકેટની પરીક્ષા

ડીગ્રી ઇજનેરી - ફાર્મસી કોર્ષમાં પ્રવેશ માટે લેવાતી રાજકોટના ૭ હજાર મળી કુલ ૧ લાખ ૩૦ હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે

રાજકોટ તા. ૨૧ : હાલ ગુજરાત રાજ્‍યમાં ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા ચાલી રહી છે ત્‍યારે ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આગામી તા. ૩ એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાશે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૩ એપ્રિલે ગુજકેટની પરીક્ષા લેવાશે. જેમાં રાજ્‍યભરના કુલ એક લાખ ૩૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ડીગ્રી ઇજનેરી અને ફાર્મસી અભ્‍યાસક્રમમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષા રાજ્‍યના ૬૨૬ બિલ્‍ડીંગના ૬૫૯૮ વર્ગ ખંડમાં લેવાશે.

(1:03 pm IST)