Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

૨૨ થી વધુ ગુન્‍હામાં વોન્‍ટેડ દેગાનો ૧૨૦૦ બોટલ દારૂ મોડી રાત્રિએ ખાસ ઓપરેશન દ્વારા ઝડપી લેવાયો

સુરત ગ્રામ્‍યના મહુવાના શેરડી અને આંબાના ઝાડની ઓથ હેઠળ નાશી છૂટેલા મહેન્‍દ્ર ઉર્ફ દેગાને ઝડપી લેવા વિવિધ ટીમોની દોડધામસાઉથ ગુજરાત અર્થાત્‌ સુરત રેન્‍જ એડી.ડીજીપી પિયુષ પટેલ અને એસપી હિતેષ જોયસર અને વિભાગીય પોલિસ અધિકારી એચ.એલ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે. એ. બારોટ ટીમ દ્વારા જબ્‍બર કાર્યવાહી

રાજકોટ, તા.૨૧: સાઉથ ગુજરાતના અર્થાત્‌ સુરત રેન્‍જ વડા પિયુષ પટેલ અને સુરત ગ્રામ્‍ય એસપી હિતેષ જોયસર દ્વારા લિસ્‍ટેડ બૂટલેગરો વિરૂદ્ધ આકરી ઝુંબેશ ચલાવવાના ભાગરૂપે ચાલતી ઝુંબેશમાં ૨૨થી વધુ ગુન્‍હામા વોન્‍ટેડ મહેન્‍દ્ર ઉર્ફ દેગો કાંતિભાઈ પટેલ મહુવા સુરત ગ્રામ્‍યના મહુવાનો વિદેશી પ્રકારના ભારતીય બનાવટની ૧૨૦૦ બોટલ દારૂ પકડી પાડ્‍યો છે.                                  

પીઆઇ જે.એન. બારોટને મળેલ બાતમી આધારે પીએસઆઈ વી.એ.સેગલ તથા સ્‍ટાફ દ્વારા સુરત ગ્રામ્‍યના મહુવા વિસ્‍તારમાં શેરડી અને આંબાના ઝાડની ઓથમાં આ દારૂ છુપાવવામાં આવેલ, આરોપી દેગો અંધારાનો લાભ લઈ નાશી છુટતા તેને વોન્‍ટેડ જાહેર કરી પોલીસની વિવિધ ટીમો એસપી હિતેષ જોયસર દ્વારા બનાવી શોધખોળ ચાલી રહી છે.  

આ સફળ કાર્યવાહીમાં હેડ કોન્‍સ્‍ટેબલ નિમેષભાઈ દયાળભાઈ તથા પોલિસમેન દિનેશભાઈ સુમનભાઈ વિગેરે કાર્યવાહીમા જોડાયા હતા

(12:14 pm IST)