Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

માહી ડેરી દ્વારા લસ્‍સી લોન્‍ચ

ડેરી દ્વારા મેન્‍ગો, રોઝ અને લીચીના સ્‍વાદમાં લસ્‍સી કરાઇ દરેક સ્‍તર પર ગુણવતા એ જ માહીનો મંત્રઃ ચેરમેન જાડેજા

રાજકોટઃ ‘માહી તેને થતી ૧૦૦ રૂપિયાની આવકમાંથી ૮૦થી ૮૨ રૂપિયા દુધ ઉત્‍પાદકોને પરત ચૂકવે છે તેના કારણે દુધ ઉત્‍પાદક સદસ્‍યો સ્‍વાભિમાનપૂર્વક તેમનું ગુજરાન ચલાવી રહયા છે. સતત વિકાસ સાથે એક દાયકાની સફર સફળતાપૂર્વક પુર્ણ કરવી તે બહુ મોટી વાત છે' તેમ સંસ્‍થાની કામગીરી શરૂ કર્યાના દસ વર્ષ પૂર્ણ થતા  યોજાયેલા સમારંભમાં પ્રાસંગિક ઉદબોધન કરતા માહી ડેરીના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણીએ જણાવ્‍યુ હતુ આ પ્રસંગે ડેરીની નવી પ્રોડેકટ માહી લસ્‍સી લોન્‍ચ કરવામાં આવી હતી.

માહી ડેરીના અગિયારમાં વર્ષમાં પ્રવેશ નિમિતે ડિસ્‍ટ્રીબ્‍યુટરો અને ટ્રાન્‍સપોર્ટરોની ઉપસ્‍થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્‍થાના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણીએ ડિજિટલ ક્ષેત્રમાં સંસ્‍થાએ સાધેલી સિધ્‍ધિઓને બિરદાવી તમામ સ્‍ટેક હોર્લ્‍ડસનો આભાર પણ માન્‍યો હતો.

માહી ડેરીના ચેરમેન શ્રી મહેન્‍દ્રસિંહ જાડેજાએ સંસ્‍થાનો પાયો જ ગુણવતા પર ઉભો કરવામાં આવ્‍યો હોવાનું જણાવી કહયુ હતું કે દરેક સ્‍તર પર ગુણવતા એ સુત્રને ધ્‍યાને રાખીને જ માહીમાં કાર્ય કરવામાં આવતું હોવાથી માહીના દરેક ઉત્‍પાદનો લોકોમાં વિશ્વાસભર્યુ સ્‍થાન મેળવવામાં સફળ રહયા છે.' આ પ્રસંગે માહી ડેરીના નિયામકશ્રી વિશ્વાસભાઇ ડોડીયાએ પણ પ્રસંગોચિત વકતવ્‍ય આપ્‍યુ હતું. જયારે શ્રી જીજ્ઞેશભાઇ બોરડે માહીની યશગાથા રજુ કરી હતી. આ પ્રસંગે સેલ્‍સ અને માર્કેટિંગ હેડ શ્રી હર્ષદત ચૌબેએ પણ પ્રાસંગિક વકતવ્‍ય આપ્‍યુ હતુ. શ્રી શૌનક રાવલે લસ્‍સી અંગે વિસ્‍તૃત રસપ્રદ વિગતો રજુ કરી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે માહી ડેરીએ ગત વર્ષે નેચરલ ફલેવર્સમાં આઇડેન્‍ટીકલ ફલેવર્સમાં ઉપલબ્‍ધ કરવામાં આવી છે

અત્રે ઉલ્‍લેખનીય છે કે માહી ડેરીએ ગત વર્ષે નેચરલ ફલેવર્સમાં શ્રીખંડ અને મિષ્‍ટિ દોઇ લોન્‍ચ કર્યા હતા અને તેને લોકોનો અકલ્‍પનીય પ્રતિસાદ મળ્‍યો છે.

માહી ડેરી સાથે જોડાયેલા ડિસ્‍ટ્રીબ્‍યુટરો, ટ્રાન્‍સપોર્ટરો અને કર્મચારીઓને સન્‍માનપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. આ પ્રસંગે માહી ડેરીના ચેરમેનશ્રી મહેન્‍દ્રસિંહ જાડેજા, નિયામક મંડળના સભ્‍યો, ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણી વિ.ઉપસ્‍થિત રહયા હતા. આભારવિધિ શ્રી હિતેન્‍દ્રભાઇ કોટેચાએ જયારે કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી પુજા જોષીએ તેમની આગવી છટામાં કર્યુ હતું.

(12:15 pm IST)